BREAKING NEWS

રાજકોટમાં સોનું રૂા.૧૧૦૦ના ઉછાળા સાથે ૧,૩૧,૦૦૦ની સપાટીએ પહોંચ્યુ

  • December 11, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરના સોની બજારમાં આજે ગુરૂવારે તા.૧૧ ડિસેમ્બરના રોજ સોના અને ચાંદી બન્ને ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૭૪૭ રૂપિયા વધીને ૧૩૦,૪૭૦ પર પહોંચ્યો હતો. જેની રાજકોટની સ્થાનિક બજારમાં જીએસટી સાથે કિંમત રૂપિયા, ૧,૩૩,૪૫૦ નોંધવામાં આવી છે, સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં ગઈકાલ કરતા રૂપિયા ૧,૧૦૦નો ઉછાળો નોંધાયો છે.
યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા ૭૦૦ વધીને ઓલટાઈમ હાઈ ૧,૮૭,૦૦૦ની સપાટી પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો. આમ ચાંદીએ ઈતિહાસ રચી દીધો છે. જીએસટી સાથે ચાંદીની કિંમત રૂપિયા ૧,૯૨,૫૯૫ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
આમ એક વર્ષમાં ચાંદીમાં રૂપિયા ૧ લાખનો ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના જીએસટી વિનાના ભાવ ૧,૮૬,૩૫૦ પ્રતિ કિલો પર બધં થઈ હતી.
બજારમાં આજે સવારે કિંમતી ધાતુઓ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ચાંદીના ભાવ ૧૨.૫૦ ડોલર પ્રતિ આૈંસની નવી ટોચ પર પહોંચ્યા હતા. વિશ્ર્લેષકોની દ્રષ્ટ્રિએ કિંમતી ધાતુઓમાં થયેલો ભાવનો વધારો કોઈ સામાન્ય હલચલના કારણે નથી. પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્રારા સતત ત્રીજી વખત વ્યાજદરો ઘટાડવામાં આવતા રોકાણકારોના રોકાણ વધતા બન્ને ધાતુઓના ભાવ, સ્થાનિક બજારમાં આસમાને પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્ર્રીય બજારમાં પણ સોના–ચાંદીના ભાવમાં તેજી જોવા મળી અમેરિકી સોનામાં ફેબ્રુઆરીના વાયદા કરતા ૧ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અને સોનું ૪૨૭૧.૩૦ ડોલર પ્રતિ આૈંસ પર પહોંચી ગયું છે. મહત્વનું છે કે, સોનામાં આ વર્ષે રૂપિયા ૫૨,૦૦૦ કરતા વધુ ભાવનો વધારો થયો છે. યારે ચાંદીએ પણ છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application