BREAKING NEWS

૨૦૨૮ સુધી સોનું ફરી નવા રેકોર્ડે પહોંચવાની ધારણા સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી ભાવને મળી રહ્યો સહારો

  • October 17, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્ર્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલા મોટા ચઢાવ–ઉતાર વચ્ચે હવે ૨૦૨૮ સુધીમાં સોનું ફરી નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવી શકે એવો અંદાજ સામે આવ્યો છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્રારા સોનાની ખરીદીમાં ફરી વધારો, ભૂરાજકીય તણાવ, સરકારી બોન્ડ અને દેવા અંગેની ચિંતા તથા અનિશ્ચિત આર્થિક વાતાવરણને કારણે રોકાણકારો લાંબા ગાળે સોના તરફ વળી શકે છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલને આધારે ફડં મેનેજરોનું માનવું છે કે મધ્યમ અને લાંબા ગાળામાં સોનાનો મૂળભૂત આધાર મજબૂત રહ્યો છે. વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેન્કોએ પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલર ઉપરની નિર્ભરતા ઓછી કરવા સોનાનો હિસ્સો વધાર્યેા છે. વર્લ્ડ  ગોલ્ડ કાઉન્સિલના અંતિમ આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ બેન્કોએ લગભગ ૬૩ ટન સોનું ખરીધું હતું. નવેમ્બર ૨૦૨૪ પછી એક મહિનામાં થયેલી આ સૌથી મોટી ખરીદી ગણાય છે.આંતરરાષ્ટ્ર્રીય બજારમાં સોનાનો ભાવ તાજેતરમાં ૪,૦૭૫ ડોલર પ્રતિ ટ્રોય ઔસં સુધી પહોંચ્યો હતો. અગાઉ જાન્યુઆરીમાં ભાવ ૫,૫૦૦ ડોલર પ્રતિ ઔંસની ઉપર પણ ગયો હતો, ત્યારબાદ નોંધપાત્ર ઘટાડો થયો. આમ છતાં ઐતિહાસિક સરેરાશની સરખામણીએ સોનું હજુ મોંઘા સ્તરે જ છે.
ભારતમાં પણ વૈશ્વિક ભાવ, પિયાની કિંમત અને આયાત ખર્ચની સીધી અસર થાય છે. નવી દિલ્હીમાં સોનાનો ભાવ તાજેતરમાં . ૧.૪૯ લાખ પ્રતિ દસ ગ્રામની આસપાસ આવ્યો હતો,
યારે તેનો અગાઉનો રેકોર્ડ લગભગ . ૧.૯૩ લાખ રહ્યો છે. જો આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ફરી તેજી આવે અને પિયો નબળો પડે તો ભારતીય બજારમાં ભાવ . બે લાખ પ્રતિ દસ ગ્રામની સપાટી પાર કરી શકે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.આ અંદાજનો અર્થ સતત એકતરફી તેજી એવો નથી. સોનામાં અચાનક મોટા ઘટાડા પણ શકય છે. વ્યાજદર, ડોલર, યુદ્ધ કે સમાધાન, સેન્ટ્રલ બેન્કોની ખરીદી અને શેરબજારની સ્થિતિ ભાવને ઝડપથી બદલી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application