એમસીએક્સ માર્કેટના ડેટા મુજબ, સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ 144492 હતો, જેની સામે આજે બજાર 140158.00 પર ખૂલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનું નીચામાં 136403 સુધી પહોંચી ગયું હતું. હાલમાં સોનું આશરે -4.96 ટકાના ઘટાડા સાથે 136403 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે પ્રતિ 10 ગ્રામ પર ૮૦૮૯ રૂપિયાનો જંગી ઘટાડો થયો છે. ચાંદીની સ્થિતિ સોના કરતા પણ વધુ ખરાબ જોવા મળી રહી છે. ચાંદીમાં આજે સીધો -6.00 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીનો અગાઉનો બંધ ભાવ 226772.00 હતો, જે આજે ઘટીને 217702.00 પર ઓપન થઈ હતી. બજારમાં વેચવાલી વધતા ચાંદી નીચામાં 2,11,729 સુધી ગબડી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 15,043રૂપિયાનો પ્રચંડ કડાકો બોલાઈ ગયો છે. નિષ્ણાંતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે કિંમતોમાં આ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.