અમેરિકા ચાઇના ટ્રેડ વોર અને ડોલરની બદલાતી પરિસ્થિતિની અસરથી દેશભરમાં સોના અને ચાંદીના ભાવ દિવાળીના તહેવારો પહેલા જ આસમાને પહોંચી ગયા છે. હાલમાં બંને ધાતુઓની
કિંમત રોજબરોજ નવા વિક્રમ બનાવી રહી છે. ત્યારે આજે 14 ઓક્ટોબરે સપ્તાહના બીજા દિવસે બંને ધાતુઓમાં આગઝરતી તેજી યથાવત જોવા મળી છે. ઇન્ડિયન બુલીયન એન્ડ જ્વેલર્સ
એસોસિએશનના જણાવ્યા પ્રમાણે બપોરે 24 કેરેટ સોનાના ભાવ વધીને રૂપિયા 1,25,682 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ રૂપિયા 1,76,175 પ્રતિ કિલોગ્રામ પર
પહોંચી ગયા હતા.
સોનામાં 10 ગ્રામના ભાવમાં રૂપિયા 1,300ના ઉછાળો
દેશના મોટાભાગના શહેરોમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક સોની બજાર પર જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં વૈશ્વિક પરિબળોની તેમજ દિવાળીના
તહેવારની અસરથી પીળી ધાતુ સોનામાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે 14 ઓક્ટોબર અને સોમવારે રાજકોટની સ્થાનિક સોની બજારમાં ફરી એક વખત 24 કેરેટ સોનાના
પ્રતિ 10 ગ્રામના ભાવમાં રૂપિયા 1,300ના ઉછાળા સાથે રૂપિયા 1,30,300 એટલે કે રૂપિયા 1,31,000 પર પહોંચ્યા હતા. જે એમસીએક્સ કરતા 4,000 રૂપિયાનો વધારો સૂચવે છે.
સોના અને ચાંદીના ભાવે નવા વિક્રમ બનાવ્યા
આજે સ્થાનિક વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવે નવા વિક્રમ બનાવ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 2,300 એક રૂપિયા એટલે કે 1.84 ટકા વધીને રૂપિયા
1,26,930 પ્રતિ 10 ગ્રામની નવી ટોચ પર પર પહોંચ્યો હતો. સોનાની સાથે સાથે એમસીએક્સ પર ચાંદીની કિંમતોમાં પણ ભારે ઉછાળો નોંધાયો હતો. ચાંદીનો વાયદા ભાવ 855 કે 5.2 ટકા
વધીને રૂપિયા 1,62,700 પ્રતિ કિલોગ્રામ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર 4,100ની સપાટી પર જોવા મળ્યો હતો.
શુક્રવારે સોનુ 1,26,000પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું
વૈશ્વિક પરિબળોના કારણે દેશમાં સોનાના ભાવમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. સોની બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીનના ટ્રેડ વોરની અસરથી સલામત રોકાણની
માગમાં વધારો થયો છે. આ અઠવાડિયામાં સોનાના ભાવમાં દરરોજ મોટા ઉછાળા સાથે નવી ટોચ પર જોવા મળ્યા હતા. સોમવારે રાજકોટની સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં રૂપિયા
2000થી વધુનો ઉછાળો નોંધાતા 1,28,000ની સર્વોચ્ચ સપાટી પાર કરી હતી. જ્યારે શુક્રવારે સોનુ 1,26,000પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં
રૂપિયા 5,000 કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો છે. દેશભરની સ્થાનિક બજારોમાં દિવાળીના તહેવારો પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સ્થાનિક અને
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ અત્યાર સુધીની સૌથી ઊંચી ટોચ પર પહોંચી ગયો છે.