BREAKING NEWS

રાજકોટમાં સોનું 1,28,000એ પહોંચ્યું...સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 4 હજાર વધુ

  • October 13, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિની અસર સ્થાનિક બજાર પર પડી રહી હોવાથી દેશમાં સોનાના ભાવમાં તેજીનો દોર યથાવત રહ્યો છે.સ્થાનિક બજારમાં વૈશ્વિક પરિબળોની તેમજ દિવાળીના તહેવારની અસરથી પીળી ધાતુ સોનામાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે 13 ઓક્ટોબર અને સોમવારે રાજકોટની સ્થાનિક સોની બજારમાં ફરી એક વખત 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં રૂપિયા 2,200ના ઉછાળા સાથે 1,27,800 એટલે કે 1,28,000 પર પહોંચ્યા હતા. જે એમસીએક્સ કરતા 4,000 રૂપિયાનો વધારો સૂચવે છે.


એક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો યથાવત

દેશના મોટાભાગના શહેરોમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક સોની બજાર પર જોવા મળી રહી છે. આજે મુંબઈ, દિલ્હી, લખનઉ, જયપુર, નોઈડા અને ગાઝિયાબાદ સહિત ઉત્તર ભારતના શહેરોમાં 10 ગ્રામ સોનાના ભાવ 1,23,700ની સપાટી પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા હતા. અમેરિકન ડોલરનો ભાવ 4,000 પર પહોંચતા સોનાના ભાવમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે.છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો યથાવત જોવા મળ્યો છે. 


ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ 25,000નો વધારો

સાપ્તાહિક ધોરણે 24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 5,700નો વધારો જોવા મળ્યો છે. તો ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ 25,000નો વધારો થયો છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં 19.4 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમજ 60 થી 70 ટકા જેટલી ઔદ્યોગિક માંગથી બજારમાં ચાંદીનો ચળકાટ વધ્યો છે. અમેરિકામાં વ્યાજદરમાં  ઘટાડાની વધી રહેલી શકયતા, ડોલરમાં નબળાઈ, ઊંચી વૈશ્વિક માગ તથા ભૌગોલિક રાજકીય અશાંતિ વચ્ચે વિશ્વ બજારમાં સપ્તાહના બીજા દિવસે કિંમતી ધાતુમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે સોના-ચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં તેજીના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ સળગી રહ્યા છે.આ ઉપરાંત સ્થાનિક બજારોમાં દિવાળીના તહેવારો પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ અત્યાર સુધીની સૌથી ઊંચી ટોચ પર પહોંચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application