વૈશ્વિક પરિબળોના કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સત્તાના પ્રથમ ચાર દિવસ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી હતી. પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ બંને ધાતુઓના ભાવમાં મોટો કડાકો નોંધવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં દેશની સોની બજારોમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.2600થી વધુનો ઘટાડા સાથે આજે તારીખ 15 નવેમ્બરે રૂ.1,23,410 પર ટ્રેન્ડ કરતાં જોવા મળ્યા છે. જ્યારે ચાંદીના ભાવ પણ રૂ.1,63,808 માં રૂ.4,400થી વધુના ઘટાડા સાથે રૂ.1,59,367 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. જ્યારે રાજકોટની સોની બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.3600 ગગડીને રૂ.1,27,200 પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા છે.
એમસીએક્સ પર સોનાના પાંચ ડિસેમ્બરના વાયદાના ભાવ 3.31 ટકા ઘટીને 1,23,000 પર પહોંચી ગયા છે. જ્યારે ચાંદીના 5 ડિસેમ્બરના વાયદાના ભાવ 4.68 ટકા ઘટાડા સાથે 1,60,000ની અંદર પહોંચી ગયા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાના ભાવ 3.10થી વધુ ઘટીને રૂ.4084 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 4.88 ટકાના ઘટાડા સાથે 50.57 ડોલર પ્રતિ ઓન ઔંસ નોંધવામાં આવ્યો છે.
તો બીજી તરફ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ફેટરલ રિઝર્વના વ્યાજ દર ઘટાડાની અનિશ્ચિતતા ના કારણે સોનાના ભાવ ગગડ્યા છે. અમેરિકામાં શટ ડાઉન લંબાવાના કારણે સરકારે એજન્સીઓ દ્વારા આંકડા મોડા જાહેર કરવામાં આવતા ફેડરલ રિઝર્વના અધિકારીઓ સતત થઈ ગયા છે. તો વળી ડોલરનો સૂચક આંક મજબૂત થવાના કારણે પણ સોનાના ભાવ પર મોટી અસર જોવા મળી રહી છે.