BREAKING NEWS

ભારે કરી...લગ્નગાળામાં જ સોનું ફરી મોંઘુ, 2000 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામનો આજનો ભાવ

  • November 10, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવ દિવાળી બાદ લગ્નગાળાનો પ્રારંભ થતાં સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે સોમવારે 10 નવેમ્બરે એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂપિયા 2,000ના ઉછાળા સાથે એક લાખ 124,900 પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો જ્યારે રાજકોટની સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,26,300 પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 2700ના ઉછાળા સાથે રૂપિયા 1,51000 પર પહોંચી ગયો છે.


સોનુ 17 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈ કરતા 8,700 સસ્તું થઈ ગયું

આજના દિવસે સોનુ 17 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈ કરતા 8,700 સસ્તું થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવ 14 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાય કરતા 27,000 રૂપિયા ગગડી ચૂક્યા છે. આમ, આ વર્ષે સોનું 46,347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદીમાં 64,900 પ્રતિ કિલોનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. વાયદા બજાર મુજબ લગ્નગાળામાં આભૂષણોની ખરીદીમાં વધારો તથા રોકાણકારો દ્વારા થતા ખરીદ- વેચાણના કારણે શુક્રવારે સોનાના ભાવ ઘટીને રૂપિયા 1,24,900 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા હતા. જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 1,53,300 પર સ્થિર જોવા મળ્યા હતા. જ્યારે આજે વૈશ્વિક વાયદા બજારમાં ફરી એક વખત તેજી જોવા મળી હતી. ડિસેમ્બરની ડીલેવરી વાળું સોનું 0.34 ટકા ઉછાળા સાથે 4,005.63 પ્રતિ ઔંસ અને ચાંદી પોઇન્ટ 0.65 ટકા વધીને 48.26 પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતી જોવા મળી છે.​​​​​​​

સોનાના ભાવમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં એ.આઈ સંચાલિત તેજીની સંભાવના, અમેરિકા સરકારનું લાંબો શટડાઉન અને સલામત રોકાણની વધતી માંગના કારણે સોનાના ભાવને ટેકો મળ્યો છે. જ્યારે ડોલરનો સૂચક આંક છ મુદ્રાઓની સરખામણીમાં મજબૂત જોવા મળતા તે 0.08 ટકા ઘટીને 99.96 પર આવતા સોનાના ભાવને સમર્થન મળ્યું છે. અમેરિકામાં ભંડોળની કટોકટીને લઈને છેલ્લા 38 દિવસોથી સરકારી વિભાગોમાં કામકાજ ઠપ છે. જેથી આર્થિક ગતિવિધિઓ અને આંકડાની જાહેરાતમાં મોડું થઈ રહ્યું છે. વિશેષજ્ઞો જણાવી રહ્યા છે કે બજારની અનિશ્ચિતતા, ડોલરનો નબળા પડવું અને સરકારી શટ ડાઉન વધુ લંબાવાના કારણે આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application