દેશભરમાં ચાલી રહેલા લગ્નગાળામાં સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે ફરી એક વખત સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામમાં રૂ.૨૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. આજે રાજકોટની સોની બજારમાં જીએસટી સાથેના સોનાનો ભાવ રૂ.૧,૨૭,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે.
મંગળવારે સોનું રૂ. ૧,૨૨,૧૮૦ બધં થયું હતું
જ્યારે જીએસટી સહિત ચાંદીના ભાવ રૂ.૧,૬૦,૯૮૯ પ્રતિ કિલો પર તથા જીએેસટી વિનાના ચાંદીના ભાવમાં ૨,૫૯૪ રૂપિયા ઉછળીને રૂ.૧,૫૬,૩૦૦ પ્રતિ કિલોના ભાવથી ખુલ્યા હતાં. મંગળવારે જીએસટી વિના ચાંદીના ભાવ રૂ.૧,૫૩,૭૦૬ પ્રતિ કિલો તથા સોનું રૂ. ૧,૨૨,૧૮૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બધં થયું હતું.
સોનું સર્વોચ્ચ સપાટી કરતા રૂ.૭,૪૦૦ સસ્તું
હાલ સોનું ૧૭ ઓકટોબરની સર્વોચ્ચ સપાટી ૧,૩૦,૮૭૪ કરતા રૂ.૭,૪૦૦ સસ્તું થઈ ગયું છે. જ્યારે ચાંદીના ભાવ ૧૪ ઓકટોબરના સર્વોચ્ચ સપાટી રૂ.૧,૭૮,૧૦૦ કરતા ૨૧,૮૦૦ રૂપિયા ગબડી ચુક્યા છે.