BREAKING NEWS

એન્જિનિયરો માટે સોનેરી તક: BSNL માં જુનિયર ટેલિકોમ ઓફિસરની ભરતી જાહેર

  • June 01, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકારી નોકરીની તૈયારી કરતા ટેકનિકલ ક્ષેત્રના યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. દેશની જાણીતી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ જુનિયર ટેલિકોમ ઓફિસર (JTO) ના પદો માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. ટેલિકોમ સેક્ટરમાં સ્થાયી કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ઓનલાઇન મોડમાં યોજાશે.

ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ તારીખો અને વિગતો 
અરજી શરૂ થવાની તારીખ: ૪ જૂન ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ: ૩ જુલાઈ ૨૦૨૬
સત્તાવાર વેબસાઇટ: bsnl.co.in
શૈક્ષણિક લાયકાતઅરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેનામાંથી કોઈ એક ડિગ્રી હોવી આવશ્યક છે:
BE / B.Tech ડિગ્રી: ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ, રેડિયો, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, આઇટી (IT) અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન બ્રાન્ચM.Sc ડિગ્રી: ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ વિષય સાથેM.Tech ડિગ્રી, સંબંધિત ટેકનિકલ વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ
વયમર્યાદા,યમર્યાદા અને છૂટછાટ
સામાન્ય વર્ગ:- લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૩૦ વર્ષ 
OBC (NCL) વર્ગ:- નિયમ મુજબ ૩ વર્ષની છૂટછાટ
SC / ST વર્ગ:- નિયમ મુજબ ૫ વર્ષની છૂટછાટ
દિવ્યાંગ ઉમેદવારો:-મહત્તમ ૧૦ થી ૧૫ વર્ષ સુધીની વધારાની છૂટ
પસંદગી પ્રક્રિયા :-યોગ્ય ઉમેદવારોની પસંદગી મેળવવા માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) લેવામાં આવશે. આ કસોટીમાં ઉમેદવારોના ટેકનિકલ જ્ઞાન, સામાન્ય યોગ્યતા (Aptitude) અને સંબંધિત વિષયોની સમજણનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ આગળના રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News