ગોંડલ નેશનલ હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક બે કાર અને એક બાઈક વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રા માહિતી મુજબ, હાઈવે પરથી પસાર થતી ક્રેટા કારે અચાનક સામે આવી રહેલી બાઈકને બચાવવાનો પ્રયાસ કર્યેા હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર રસ્તા પર જ પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં વાહનોમાં ક્રેટા કાર (જીજે૦૩એરઆર ૪૭૬૪), સ્વિટ કાર (જીજે૦૧કેયુ ૪૧૩૪) અને બાઈક (જીજે૦૩સીએસ ૮૧૬૭) સામેલ હતા. ક્રેટા કારના ચાલક ભાવેશભાઈ ચાવડા રલ એલસીબીમાં ફરજ બજાવે છે, તેઓ ભડી સ્થિત ઓફિસ તરફ જઈ રહ્યા હતા. સદનસીબે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બીજી તરફ, નવા યાર્ડ પાછળ રહેતા બાઈક સવાર બાબુભાઈ કાનાભાઈ મછાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને ઘટનાસ્થળે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ શહેર બી–ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. પોલીસે સમગ્ર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શ કરી છે