BREAKING NEWS

સંબધં નહીં રાખે તો બદનામ કરીશ કહીં ગોંડલની પરિણીતાને પૂર્વ પ્રેમીનો ત્રાસ

  • May 14, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બ્લેકમેલ કરી તેના અંગત ચેટસ વાયરલ કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા મહીકા ગામે રહેતી ૪૦ વર્ષીય પરિણીત મહિલાએ જામનગરના એક શખ્સ સામે પરાણે સંબધં રાખવા દબાણ કરી ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ અનુસાર, મોટા મહીકા ગામના હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન યોગેશભાઇ ખીમસુરીયાને ત્રણ–ચાર વર્ષ પહેલાં જામનગરના રહેવાસી મહેશ મોહનભાઇ ચૌહાણ સાથે પ્રેમ સંબધં હતો. તે સમયે બંને વચ્ચે વોટસએપ પર વાતચીત થતી હતી. પરંતુ, મહિલાના પરિવારને આ બાબતની જાણ થઈ જતાં તેણે મહેશ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા.આ વાતનું મનદુ:ખ રાખીને આરોપી મહેશ અવારનવાર મહિલાને પરાણે સંબધં રાખવા દબાણ કરતો હતો અને જો સંબધં ન રાખે તો તેમની જૂની ચેટ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો.ગત ૧૧ મે, ૨૦૨૬ ના રોજ રાત્રે ૮ વાગ્યાની આસપાસ મહિલાના પતિ યોગેશભાઈ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતા હતા ત્યારે ખીમસુરિયા રાહત્પલ ૩૦૩ નામના એક અજાણ્યા ફેક એકાઉન્ટ પરથી તેમના આઈડી પર રિકવેસ્ટ આવી હતી. આ ફેક એકાઉન્ટ ઓપન કરતા તેમાં ફરિયાદી અને તેમના પતિનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો.વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ તે આઈડી પર મહિલા સાથેની જૂની વોટસએપ ચેટના બે વિડીયો પણ અપલોડ કર્યા હતા. આ ઉપરાંત, ફેક આઈડીના બાયોમાં આરોપીએ મારી જાન તે મારી હારે ખોટુ કર્યુ છે ઓકે. માય વાઇફ તુ મારી વાઇફ છો હતી અને રેવાની છો મારી જા તેવું લખીને મહિલાને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યેા હતો.ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, આરોપી મહેશ ચૌહાણે અગાઉ પણ તેમના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરીને હેરાન કર્યા હતા, જે બાબતે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હર્ષાબેને ૧૩ મે, ૨૦૨૬ ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ ચૌહાણ વિદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮ અને ૩૫૧(૨) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાળા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News