સમગ્ર ગુજરાત રાયમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદની ખેંચાણ જોવા મળી રહી છે, જેના કારણે રાય સરકારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કાલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકની સમાંતર યોજાયેલી ઉચ્ચ સચિવોની બેઠકમાં રાયની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.હવામાન વિભાગના રિપોટર્સ મુજબ, ૨૨મી જુલાઈ સુધી રાયમાં સરેરાશ વરસાદની શકયતા ઘણી નહિવત છે. હાલમાં સમગ્ર રાય 'ગ્રીન ઝોન'માં છે, જેનો અર્થ એ છે કે માત્ર છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની જ સંભાવના છે. મંગળવાર અને બુધવાર દરમિયાન રાયના માત્ર ૧૦ જિલ્લાના ૧૭ તાલુકાઓમાં ૧ થી ૫ મિલિમીટર જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પ્રકારની નહિવત વરસાદની સ્થિતિને પગલે ખેડૂતો અને વહીવટીતંત્રની ચિંતા વધી છે.
રાયના મુખ્ય સચિવ મનોજ દાસે સ્થિતિની ગંભીરતાને પારખીને તમામ વિભાગોને સજાગ રહેવા આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આપણે ખરાબમાં ખરાબ સ્થિતિ એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ પૂર્વતૈયારીઓ શ કરી દેવી જોઈએ. છેલ્લી ઘડીએ દોડધામ કરવાને બદલે તમામ સરકારી તંત્રએ અત્યારથી જ આ આયોજનને અમલમાં મૂકવું અનિવાર્ય છે.'
બેઠકમાં રાયના જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા અંગે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. રાયના ૧૮ મહાનગરો, ૨૫૮ શહેરો અને ૧૦૮૫ ગામોને પીવાનું પાણી પૂં પાડતા સરદાર સરોવર ડેમમાં અત્યારે માત્ર ૪૫.૨૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અન્ય ડેમોમાં પણ સરેરાશ ૪૦ થી ૪૫ ટકા જેટલું જ પાણી છે. કચ્છ જેવા સરહદી જિલ્લામાં પાંચ તાલુકાઓમાં વરસાદ નહિવત હોવાથી પશુપાલકો માટે ઘાસચારાની અછત સર્જાઈ શકે છે. આથી, સરકાર ટૂંક સમયમાં જ પશુપાલકોને રાહત દરે ઘાસચારાનું વિતરણ શ કરે તેવી શકયતા છે.ગત રોજ મળેલી બેઠકમાં એક ચિંતાજનક પાસું એ પણ સામે આવ્યું કે છેલ્લા બે–ત્રણ વર્ષથી રાયમાં વરસાદની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક તરફ રાયના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે, તો બીજી તરફ અન્ય વિસ્તારો કોરા ધાકોડ રહે છે. ચાલુ વર્ષે પણ આ પ્રકારની અસમાનતાને કારણે ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટી મુશ્કેલીઓ સર્જાય તેવી ભીતિ સેવાય રહી છે.રાય સરકારના વિવિધ વિભાગો અત્યારે પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે અને વરસાદની અનિયમિતતાને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે આયોજન કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application