BREAKING NEWS

તમામ મેડિકલ કોલેજોમાં ‘પેશન્ટ સેફ્ટી કમિટી’ અને ‘નોડલ ઓફિસર’ની નિમણૂક ફરજિયાત

  • October 13, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં તબીબી ક્ષતિઓ અને સારવાર દરમિયાન થતી ભૂલોને કારણે દર વર્ષે આશરે ૫૨ લાખ જેટલી નાની-મોટી ઈજાઓ અથવા દુર્ઘટનાઓ સર્જાય છે. દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી તબીબી ભૂલો અટકાવવાના હેતુથી નેશનલ મેડિકલ કમિશન (એન.એમ.સી) અને કેન્દ્રીય આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા અનુસાર દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો તેમજ તબીબી સંસ્થાઓમાં ‘પેશન્ટ સેફ્ટી કમિટી-સેલ’ની રચના કરવી ફરજિયાત કરવામાં આવી છે.આ સાથે જ, દરેક સંસ્થામાં સુપરિન્ટેન્ડેન્ટ અથવા ડિરેક્ટર કક્ષાના સિનિયર અધિકારીને ‘પેશન્ટ સેફ્ટી નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરવાના રહેશે. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ના અહેવાલ મુજબ, દેશમાં દવાની ભૂલો, ખોટા કે વિલંબિત નિદાન અને હોસ્પિટલમાંથી લાગતા ચેપ રોકી શકાય તેવી ક્ષતિઓ દૂર કરવી અત્યંત જરૂરી બન્યું છે. હાલ ૧૧ મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે જેમાં ૧. દવાની સુરક્ષા,૨. સર્જિકલ સુરક્ષા૩. બ્લડ ટ્રાન્સફ્યુઝન,૪. તબીબી ઉપકરણોની સુરક્ષા ૫. લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સુરક્ષા૬. ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ.૭. ઓપરેશનલ રિસર્ચ.૮. દર્દી અને પરિવારની ભાગીદારી.૯. રસી તથા ઈન્જેક્શન સુરક્ષા.૧૦. હોસ્પિટલની ફાયર અને બાયોમેડિકલ વેસ્ટ સેફ્ટી.૧૧. આયુષ સુવિધાઓ કામગીરી અને સુધારાત્મક પદ્ધતિ અમલી બનાવી ફરજિયાત કરવામાં આવી છે.સંસ્થાના વડાના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી આ કમિટી માસિક કે ત્રિમાસિક ધોરણે નિયમિત બેઠકો યોજશે. હોસ્પિટલમાં બનતી તબીબી ક્ષતિઓનું ‘રૂટ કોઝ એનાલિસિસ’ કરવામાં આવશે અને તે અંગે કરેલી સુધારાત્મક કાર્યવાહીનો રિપોર્ટ કેન્દ્ર સરકારના ‘નેશનલ પેશન્ટ સેફ્ટી સેક્રેટરીએટ’ને ઈમેઈલ દ્વારા મોકલવાનો રહેશે.આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલોમાં દર્દીઓ માટે ચોક્કસ પ્રોટોકોલ અને એસ.ઓ.પી.લાગુ કરવાનો છે. જેનાથી દર્દીઓનો બિનજરૂરી સારવાર ખર્ચ ઘટશે, સ્વાસ્થ્ય સુધારાના પરિણામો વધુ સારા મળશે અને સરકારી તેમજ ખાનગી આરોગ્ય સેવાઓમાં પ્રજાનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે. એન.એમ.સી ના સચિવ દ્વારા રાજ્યની તમામ મેડિકલ કોલેજોના ડીન અને પ્રિન્સિપાલોને આ આદેશનો તાત્કાલિક અમલ કરી વિગતો શેર કરવા કડક સૂચના આપવામાં આવી છે.Government's plan to store an additional 15000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application