ગુજરાત પરની સરકારી પ્રાથમિક શાળાઓ કરી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ જ્ઞાન સહાયક ના થી ભરવા માટેની સરકારે જાહેરાત કરી છે આ માટે ફક્ત ઓનલાઇન જ અરજી કરી શકાશે.
ગુજરાત શાળા શિક્ષક પરિષદના સમગ્ર શિક્ષા કાર્યક્રમના ડેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારે ભરવામાં આવશે આ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તારીખ 2 થી 12 ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન કરી શકશે રૂબરૂમાં ટપાલથી કે કુરિયર મારફત આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
જ્ઞાન સહાયકોને પ્રાથમિક વિભાગમાં પ્રતિમા સ્વરૂપે ₹ 21,000 માધ્યમિકમાં રૂપિયા 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં ₹26,000 પગાર પેટે ચૂકવવામાં આવશે પ્રાથમિકમાં અરજદારની વહી મર્યાદા વધુમાં વધુ 40 વર્ષની નક્કી કરવામાં આવી છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વહી મર્યાદા 45 વર્ષની નક્કી કરવામાં આવી છે.
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઉમેદવારોની લાયકાત અનુભવ શહિદની તમામ વિગતો વેબસાઈટ પર જાહેર કરવા દેવામાં આવી છે આ વિગતો ધ્યાનથી વાંચીને અરજી કરવા માટે જણાવ્યું છે ત્યારે કોઈ ઉમેદવારને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે તેમણે ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ પ્રમાણપત્રોની અસલ અને ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો સાથે રૂબરૂક ઉપસ્થિત થવાનું રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સરકારે શિક્ષકોની પાર્ટી કરી હતી પરંતુ આમ છતાં 2,500 જેટલી જગ્યાઓ વધુ ખાલી પડી છે કચ્છમાં શિક્ષકોની ખાલી જગ્યા નું પ્રમાણ ઘણું વધારે હોવાના કારણે ત્યાં ખાસ ઝુંબેશ હાથ ધરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આમ છતાં હજુ પણ કચ્છમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે