BREAKING NEWS

સૌરાષ્ટ્રની છ નગરપાલિકામાં આ જગ્યા ભરવા સરકારની મંજૂરી, જાણો શૈક્ષણિક લાયકાત અને પગાર વિશે

  • November 18, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોડા સમય પહેલા જ નવી અસ્તિત્વમાં આવેલી નગરપાલિકાઓમાં ખાલી પડેલી સીટી મેનેજર આઈટી અને એસડબલ્યુએમની જગ્યાને સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેની ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. જે છ નગરપાલિકાઓમાં મેનેજરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે તેમાં દ્વારકા, ભાણવડ, ભચાઉ, મુન્દ્રા, વાંકાનેર અને નવાગઢ-જેતપુર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નવી મંજૂર થયેલી આ તમામ જગ્યા 11 મહિનાના કરાર પર આધારિત ભરવામાં આવશે.


ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે

અલગ અલગ બે કેટેગરીની આ જગ્યામાં ત્રણ સીટી મેનેજર એસડબલ્યુએમ અને ચાર સીટી મેનેજર આઈટીની જગ્યા મંજૂર કરવામાં આવી છે. આમાં શૈક્ષણિક લાયકાતમાં બીઈ, બીટેક, એમએસસી આઈટી એન્વાયરમેન્ટલ, એમટેક જેવી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.


24 નવેમ્બરે રાજકોટમાં થશે વોક ઇન ઈન્ટરવ્યૂ


કોન્ટ્રાક્ટ બેઝ પર માસિક રૂપિયા 30,000ના પગારમાં નોકરી કરવા માગતા ઉમેદવારો પાસે અરજીઓ માગવાના બદલે નિમણૂકની પ્રક્રિયા ઝડપભેર પૂરી થાય તે માટે વોક ઇન ઇન્ટરવ્યૂ આગામી તારીખ 24ના રોજ રાજકોટ ખાતે સરકારી પ્રેસ નજીક આવેલ જિલ્લા સેવાસદન ત્રણમાં બેસતી પ્રાદેશિક કમિશનરની નગરપાલિકાઓની કચેરી ખાતે સવારે 10:00 વાગ્યે રાખવામાં આવેલ છે. ઇન્ટરવ્યૂ આપવા માંગતા ઉમેદવારોએ સવારે 9:00 વાગે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને ઇન્ટરવ્યૂ વખતે જન્મના પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, ઓળખનો આધાર, અનુભવનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે સાથે રાખવાના રહેશે. નવી અસ્તિત્વમાં આવેલી મહાનગરપાલિકાઓમાં મહત્વની જગ્યાઓ ભરવા માટે સરકારે ધ્યાન આપ્યા પછી હવે નવરચિત નગરપાલિકાઓમાં આ કામગીરી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application