પોરબંદર જિલ્લાને ક્ષારમુક્ત બનાવી સઘન જળ સિંચાઈ માટેના રાજ્ય સરકારના પ્રયત્ન આગળ વધ્યા છે.
સમગ્ર પોરબંદર જીલ્લાના બરડા ઘેડ અને રાવલ ઘેડ વિસ્તારમાં વૃદ્ધિ પામતી ક્ષારતાને અંકુશમાં રાખી ખેતીલાયક જમીનના જળસ્તરની ગુણવત્તામાં સુધારો લાવવા તેમજ વરસાદી પાણીના સંગ્રહથી ખેતીને પિયત માટે યોગ્ય પાણી ઉપલબ્ધ થાય તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બરડા ઘેડ વિસ્તાર અને રાવલ ઘેડ વિસ્તારમાં સ્થિત તળાવોને ઉંડા ઉતારવા જરીયાત અનુસાર મરામતના કામો કરવાથી ક્ષારનું પ્રમાણ આગળ વધતાં અટકાવવા અને વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીનો ખેતીમાં ઉપયોગીતા વધે તે હેતુસર કટીબધ્ધ ગુજરાત સરકાર દ્વારા ક્ધસલટન્ટની નિમણુંકો કરી સમગ્ર વિસ્તારના સુક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે.
આ અભ્યાસના પ્રથમ તબક્કામાં ઘેડ વિસ્તારના તળાવોને ઉંડા ઉતારવા માટેના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે કામો હાલ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે. ઉકત કામો ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ કરવાના થતાં હોય તે માટે ઉકત કામો હાથ ધરતા સમયે કામોની પારદર્શકતા અને સચોટતા જળવાઇ રહે તેની ચકાસણી અને દેખરેખ અર્થે સિંચાઇ વિભાગ હસ્તકની અન્ય જીલ્લાઓમાં સ્થીત કચેરીઓના અધિકારીઓની નિમણુક પણ કરવામાં આવેલ છે. તેમજ ઉકત કામો હાથ ધરવા માટે નિમાયેલ ઠેકેદારો દ્વારા દિવસ દરમ્યાન કરવામાં આવેલ કામની વિગતો અંગેનું રેકર્ડ લગત કચેરીને મળી રહે તેવુ આયોજન કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર પોરબંદર જિલ્લાને પાણીદારો બનાવવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે અને આ માટેની કામગીરીને સમયસીમા અંદર પૂર્ણ કરવા તત્પર છે. આ પ્રયત્નો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની કૃષિ સમૃદ્ધિ અને કૃષકોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech