ગુજરાતમાં આગામી ડિસેમ્બર ૨૦૨૬માં આશરે ૧૦ હજાર ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની રાજ્ય ચૂંટણી આયોગની તૈયારીઓ વચ્ચે સરકારી કર્મચારીઓની દિવાળી વેકેશનની રજાઓ બગડવાના સંકેતો છે. એક તરફ ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર મહિનાી સ્પેશિયલ સમરી રિવિઝન (એસ.એસ.આર) હેઠળ મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ વાની છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ પણ વેગ પકડી રહી છે. પરિણામે શિક્ષકો અને બૂ લેવલ ઓફિસરો (બીએલઓ) ઉપરાંત તલાટી, નાયબ મામલતદાર અને મામલતદારો સહિતના કર્મચારીઓ પર કામગીરીનું ભારણ વધવાની શક્યતા છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીજી નવેમ્બરી બીએલઓ ને બૂ પર સક્રિય રહેવા જણાવાયું હોવાનું જાણવા મળે છે. આ કામગીરી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાની અને મતદાન મકો સંબંધિત કામગીરી જાહેર કરી દીધી છે. આઠમી નવેમ્બર, રવિવારના રોજ એસ એસ આરની કામગીરીમાંી મુક્તિ આપવામાં આવશે એવી પણ ચર્ચા છે. આમ, નવેમ્બરની શરૂઆતી નાતાલ સુધી સરકારી તંત્રના વિવિધ કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત રહે તેવી સ્િિત સર્જાઈ શકે છે.
ડિસેમ્બર ૨૦૨૬માં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું મહત્ત્વ માત્ર સનિક સ્વરાજ્ય પૂરતું મર્યાદિત ની. રાજકીય પક્ષોના ચૂંટણીચિહ્ન વગર યોજાતી આ ચૂંટણીમાં સનિક આગેવાનો, ધારાસભ્યો અને રાજકીય પક્ષોની ગ્રામીણ ક્ષેત્રમાં પકડની કસોટી વાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આશરે એક વર્ષ બાકી હોવાી ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકરોનું નેટવર્ક મજબૂત કરવા અને સનિક પ્રશ્નો અંગે લોકોનો મિજાજ જાણવા માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.
ડિસેમ્બર ૨૦૨૧માં વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી પહેલાં રાજ્યમાં ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ૧૦,૮૭૯ સરપંચ અને ૮૯,૭૦૨ વોર્ડ સભ્યોની બેઠકો માટે પ્રક્રિયા હા ધરાઈ હતી. તે સમયે મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ પણ ચૂંટાયા હતા. પંચાયતી રાજ વ્યવસમાં ગ્રામ પંચાયત લોકશાહીના પાયાના એકમ તરીકે કાર્ય કરે છે. પક્ષનાં સત્તાવાર ચૂંટણીચિહ્નો વગર તી ચૂંટણીમાં સનિક સમીકરણો, વ્યક્તિગત લોકપ્રિયતા અને સંગઠનાત્મક તાકાત મહત્ત્વની બને છે.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી, પાણી અને અન્ય સનિક પ્રશ્નો પણ રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની શકે છે. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એક તરફ વહીવટી તંત્ર માટે કામગીરીની કસોટી બની રહેશે, તો બીજી તરફ રાજકીય પક્ષો માટે આગામી વિધાનસભા ચૂંટણીના સંકેતો મેળવવાની તક પૂરી પાડશે.