આગામી તારીખ ૧૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા ખાતે આદિવાસીઓના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પછી ગમે તે દિવસે નજીકના ભવિષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત લેશે અને તે માટે અત્યારથી જ તૈયાર રહેવા માટેની સૂચના સરકાર તરફથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને મળી છે.
આ બાબતે કલેકટર નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગમે તે ઘડીએ વડાપ્રધાન નો પ્રોગ્રામ રાજકોટ માટે ગોઠવાઈ શકે તેવી શકયતા છે અને તેથી જ તૈયારીમાં રહેવા મને સૂચના મળી છે. પરંતુ તારીખ સહિતના વિગતવાર કાર્યક્રમ બાબતે હજુ સુધી કોઈ જાણકારી નથી.
એઈમ્સ પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રી કાર્યાલય માંથી થોડા દિવસ પહેલા જ એઈમ્સના ડેપ્યુટી ડાયરેકટર કર્નલ ડોકટર પુનિત અરોરા સાથે ઓનલાઇન સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાનના આગમનની તૈયારી ના એક ભાગપે ગયા સાહે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એઈમ્સ ખાતે સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓની હાજરીમાં મીટીંગ યોજી હતી અને આવી બીજી મીટીંગ આવતીકાલે યોજવામાં આવનાર છે. ઓપીડી એઇમસમા ઘણા સમયથી શ થઈ ગઈ છે પરંતુ હવે આઈપીડી પણ ટૂંક સમયમાં શ થઈ જશે. ડ્રોન મારફત એઇમ્સ ની નજીકના ૪૦ કીલોમીટર ની પેરીફેરી વાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન મારફત દવા મોકલવાનો પ્રયોગ પણ સફળ રહ્યો છે. બિલ્ડીંગ રસ્તા બ્રિજ સહિતના મોટાભાગના કામ પૂરા થઈ ગયા છે. સાધન સામગ્રી પણ આવી ગઈ છે. સ્ટાફની નિમણૂક સહિતની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે એઇમસના લોકાર્પણ નું કાઉન્ટડાઉન શ થઈ ગયું છે.
આવી જ રીતે જનાના હોસ્પિટલનું કામ પણ પૂં થઈ ગયું છે. સાધનો મશીનરી સિવિલ વર્ક વગેરે કામ પૂરા થઈ ગયા છે. ફાયરની એનઓસી મળી ગઈ છે અને બિલ્ડીંગ યુઝ પરમિશન માટે મહાનગરપાલિકામાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. જનાના હોસ્પિટલનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આવી જ રીતે મહાનગરપાલિકા દ્રારા બનાવવામાં આવેલા અટલ સરોવરનું લોકાર્પણ વડાપ્રધાન કરશે. ડા દ્રારા બનાવવામાં આવેલી જુદી જુદી આવાસ યોજનાના લાભાર્થીઓને કબજો સોંપવામાં આવશે.
વડાપ્રધાનના હસ્તે અન્ય કયા પ્રોજેકટનું લોકાર્પણ કરી શકાય તેમ છે અને આવા પ્રોજેકટની હાલની સ્થિતિ શું છે તેની વિગતો પણ જિલ્લા કલેકટર કચેરી તરફથી મહાનગરપાલિકા, આરટીઓ અને ડા પાસે માગવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપથ્થર તોડવાના કામ કરતા મજૂરોના મોત મામલે ૧૯ વિધવાઓની હાઈકોર્ટમાં રિટ
May 06, 2025 12:06 PMપોરબંદરમાં વોકિંગ પ્લાઝા થઈ ગયો ઉજ્જડ
May 06, 2025 12:05 PMહિરલબા જાડેજા ના બંને સાગરીતો થયા જયુડીશીયલ કસ્ટડી હવાલે
May 06, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech