BREAKING NEWS

બગસરા, ધારી, વાંકાનેર, ગોંડલ, તળાજા અને ધ્રોલ સહિત 18 ચીફ ઓફિસરોની બદલી

  • February 09, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તે પહેલા સરકારે રાજ્યભરના 18 ચીફ ઓફિસરોની બદલી કરી છે. બગસરા તળાજા વાંકાનેર ધ્રોલ ગારીયાધાર ધારી અને ગોંડલના ચીફ ઓફિસરો બદલાયા છે.


મળતી માહિતી મુજબ બગસરાના નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપભાઈ હુણની બદલી તળાજા ખાતે કરવામાં આવી છે. વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયાને ધ્રોલ મૂકવામાં આવ્યા છે. બીલીમોરાના મિત્તલબેન ભાલારાની બદલી ધારી કરવામાં આવી છે. ગારીયાધારના સંદીપ પટેલને બીલીમોરા મૂકવામાં આવ્યા છે. ગોંડલના ટ્વિંકલ પટેલને ભુજ અને અમરેલીના ધવલ વેકરીયાને વાંકાનેર પોસ્ટિંગ અપાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application