રાજયના મુખ્ય શહેરો અને ઔધોગિક હબમાં કામ કરતી મહિલાઓ માટે વ્યાજબી ભાડાથી સુરક્ષિત રહેવાની જગ્યાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને, રાયના મહિલા અને બાળ વિકાસ વિભાગે વિવિધ શહેરો અને ઔધોગિક વિસ્તારોમાં બહત્પવિધ સ્થળોએ હોસ્ટેલ સુવિધાઓ શ કરવાનો નિર્ણય લીધો છે.
અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાય સરકાર દ્રારા મુખ્ય શહેરો અને ઔધોગિક વિસ્તારોમાં કામ કરતી મહિલાઓને વ્યાજબી ભાડાથી અને યોગ્ય સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવા રાયના શહેરી વિકાસ વિભાગ સાથે સંકલન કરીને આગળ વધવાનું નિર્ણય લીધો છે.
શહેરી વિકાસ ડીપાર્ટમેન્ટ સાથે સંકલનમાં, તમામ મહાનગરપાલિકા પાસે જમીનની ઉપલબ્ધતા ની વિગતો માંગવામાં આવી છે કામ કરતી મહિલાઓ માટે યોગ્ય છાત્રાલય બાંધવા માટેનું મુખ્ય હેતુ છે.
રાય સરકાર દ્રારા નિર્ધારિત માસિક ભાડા પર ૧૦૦ થી ૨૦૦ મહિલાઓ માટે રહેઠાણની સુવિધા આપવાનો હોવાનો સૂત્રોએ જણાવ્યું છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય મ્યુનિસિપલ કોર્પેારેશન શહેરોની સાથે, અમે સાણદં જેવા ઔધોગિક વિસ્તારોમાં કામ કરતી મહિલાઓની સુવિધાઓ સ્થાપિત કરવા માગીએ છીએ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સત્તાવાળાઓને પણ હોસ્ટેલ માટે જમીન ફાળવવા માટે કહેવામાં આવ્યું છે.
આ છાત્રાલયોનું સંચાલન કેવી રીતે થશે તેની વિગતો આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે સંચાલન માટે ખાનગી એજન્સીઓના બાંધકામ અને જોડાણ સહિત વિવિધ ઓપરેટિંગ મોડલ્સની શોધ કરી રહ્યા છીએ. અમે કામ કરતી મહિલા હોસ્ટેલની સંખ્યામાં વધારો કરવા માટે ખાનગી અને સામુદાયિક સંસ્થાઓ સાથે સહયોગ શોધી રહ્યા છીએ. વાજબી દરે ગુણવત્તાયુકત સેવાઓ.ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધવા માંગીએ છીએ.
તમામ મ્યુનિસિપલ કોર્પેારેશનો ઉપરાંત જી.આઈ.એફ.ટી એકલ મહિલાઓ અથવા અપરિણીત મહિલાઓને તેમના કાર્યસ્થળોની નજીકના ભાડાના આવાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને સરકાર સંચાલિત વકિગ વુમન હોસ્ટેલ મહિલા કાર્યકારી વ્યાવસાયિકોના મોટા વર્ગ માટે ફાયદાકારક સાબિત થશે.આ સુવિધાઓ ખાસ કરીને એવી મહિલાઓ માટે મદદપ થશે જેમને તાત્કાલિક આવાસની જર હોય અને જેઓ વિવિધ શહેરોમાં ટૂંકા ગાળા માટે મુસાફરી કરતી હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech