BREAKING NEWS

જમીનના દબાણો શોધી કાઢવા સરકારે ઈસરો સાથે કર્યા એમઓયુ

  • January 27, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી જમીન પરના દબાણ શોધવા અને નવા દબાણ થતાં અટકાવવા માટે તેમજ ગુજરાત રાજ્યમાં જમીન વહીવટને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે જીઆઇએસ ક્રેડેશટલ મેપ તથા રિમોટ સેન્સિંગ એલર્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે સ્પેશ એપ્લિકેશન સેન્ટર (ઈસરો- અમદાવાદ)ના સહયોગથી હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઇમેજનો ઉપયોગ કરી એનહેશમેન્ટ ઓફ લેન્ડ એડમિનિસ્ટ્રેશન યુઝિંગ સેટેલાઇટ ઇમેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર તરફથી આ બાબતે સેટેલાઈટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા ઈસરો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે અને તેથી હવે સરકારી જમીન પરના દબાણો શોધી કાઢવા અને વહીવટી કામગીરી માટે સેટેલાઇટ ઇમેજ અને રીમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે.

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સરકારી જમીન પરના દબાણો અટકાવવા, ખેતીની જમીન પરના બિન પરવાનગી બાંધકામ શોધી કાઢવા, નવી શરતની જમીનો પરના દબાણ શોધવી કાઢવા, સેટેલાઈટ ઇમેજ જીઆઇએસ કેડેસ્ટલ મેપ અને રીમોટ સેન્સિંગ ટેકનોલોજીથી જનરેટેડ એલર્ટ અંગે 'આર.ઓ. ડાયરી એપ્લિકેશન' તથા ઓનલાઇન મોડ્યુલમાં કાર્યવાહી કરી શકશે.

જાહેર હિતની જમીનો, ગૌચરની જમીનો અને સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અને વધુ દબાણો થતા અટકાવવા જરૂરી છે. નદી, નાળા, વહેણ, વોકળા, તળાવો જેવા વોટર બોડી પરના દબાણો અથવા વોટરબોડી નજીક આવેલા જમીન પરના પ્રતિબંધિત બાંધકામો અટકાવવા જરૂરી છે. નવી શરતની જમીન અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો કે જેમાં સરકાર ખેતી માટે આપતી હોય છે અથવા કોઈ કાયદાની જોગવાઈ હેઠળ આપવામાં આવતી હોય છે. આવી જમીનોનો હેતુફેર કરતા પહેલા નિયમ અનુસાર પ્રીમિયમ ભરીને સક્ષમ અધિકારીની મંજૂરી લેવાની જરૂરી હોય છે. પરંતુ અનેક કિસ્સાઓમાં સ્થળ મુલાકાતના અભાવે મહેસુલી અધિકારીઓ દ્વારા સરકારી, પડતર, ખરાબા અને ગૌચરની જમીનો પર વ્યાપક પ્રમાણમાં દબાણ થઈ જતું હોય છે. સમયસર તે દૂર ન કરવામાં આવતા હોવાથી અનઅધિકૃત કબજા બાબતે લીગલ લીટીગેશન ઉભા થતા હોય છે અને સરકારના નાણાંનો તથા સમયનો વ્યય થતો હોય છે.

આ તમામ સમસ્યાના નિવારણ માટે ઇસરો દ્વારા થયેલ હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરવાનો રહેશે. સરકારના જુદા જુદા વિભાગોને જરૂર જણાય તો સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કચેરી સાથે તથા નેશનલ ઇન્ફર્મેટીક સેન્ટર ( એનઆઇસી) સાથે સંકલન કરી કાર્યવાહી કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application