ભારત સરકારે જાણીતી સરકારી અને ખાનગી બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ અને મોબાઇલ એપ્સની નકલ કરીને લોકો સાથે છેતરપિંડી કરતી વેબસાઇટસ સામે કાર્યવાહી શ કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આઈ૪સીએ ગૂગલને ફાયરબેઝ પર હોસ્ટ કરવામાં આવેલી આવી વેબસાઇટસ અને ડેટાબેઝ દૂર કરવા નોટિસ મોકલી છે.
આઈ૪સીની નોટિસ મુજબ, કેટલીક વેબસાઇટસ જાણીતી બેન્કોની એનરોઈડ એપ્સ જેવી દેખાતી હતી અને તેનો ઉપયોગ ગ્રાહકોને છેતરવા માટે કરવામાં આવતો હતો. સાયબર ઠગો લોકોને રિવોર્ડ પોઈન્ટસ રિડીમ કરવા, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા જેવી ઓફર આપીને ફસાવતા હતા. ત્યારબાદ ગ્રાહકો પાસેથી બેન્કિંગ અને વ્યકિતગત માહિતી મેળવવામાં આવતી હતી.
ફાયરબેઝ, ગુગલ કલાઉડનો એક ભાગ છે અને તેનો ઉપયોગ મોબાઇલ એપ્સ તથા વેબસાઇટસ વિકસાવવા અને હોસ્ટ કરવા માટે થાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સરકાર દ્રારા દૂર કરવાની માંગ કરવામાં આવેલી ૫૭ વેબસાઇટસ અને ડેટાબેઝમાંથી ૭ ફિશિંગ પેજ એવી હતી જે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એકસીસબેન્ક જેવી જાણીતી બેન્કોની નકલ કરતી હતી. અન્ય કેટલીક વેબસાઇટસનો ઉપયોગ પીડિતોના ફોનમાંથી ચોરાયેલી માહિતી એકત્રિત કરવા માટે થતો હતો. તેમાં ક્રેડિટ કાર્ડની વિગતો અને વન–ટાઇમ પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતીનો સમાવેશ થતો હતો.
ના પ્રવકતાએ જણાવ્યું કે કંપનીની કડક નીતિઓ હેઠળ તેની સેવાઓનો ઉપયોગ ફિશિંગ, માલવેર અથવા નાણાકીય છેતરપિંડી માટે કરી શકાતો નથી. કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યકત કરતાં કહ્યું કે તે આઈ૪સી સહિત ભારતીય કાયદા અમલીકરણ અને સરકારી એજન્સીઓ સાથે સહયોગ કરે છે.
સરકારી આંકડા મુજબ, ભારતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સાયબર ફ્રોડના કારણે લગભગ . ૫૨,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. માત્ર ૨૦૨૫માં જ ડિજિટલ અને સાયબર ફ્રોડથી આશરે . ૨૨,૫૦૦ કરોડનું નુકસાન થયું હતું અને આ સમયગાળા દરમિયાન લગભગ ૨૮ લાખ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application