સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે પ્રસ્તાવિત વાર્ષિક દર નિવેદન - 2024, જેને સામાન્ય રીતે જંત્રી દર તરીકે ઓળખવામાં આવે છે, તેના અમલીકરણને આ વર્ષે 1 એપ્રિલ પછી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. પ્રસ્તાવિત વાર્ષિક દરો - 2024 ના ડ્રાફ્ટને જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો હતો અને સરકારને છેલ્લા ત્રણ મહિનામાં પ્રસ્તાવિત દરો પર મોટી સંખ્યામાં વાંધા અરજી અને સૂચનો મળ્યા હતા.
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે નવા દરોનો અમલ, જે જમીનના મૂલ્યાંકનમાં મોટો વધારો દર્શાવે છે એ રાજકીય અને વહીવટી વિચારણાઓને કારણે થોડા મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે. નવા જંત્રી દરો અંગે નાગરિકો અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ દ્વારા સતત વિરોધનો સરકાર દ્વારા વિચાર પણ એક સંભવિત કારણ હોય શકે છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે સરકાર 1 એપ્રિલ, 2025 થી નવા જંત્રી દરો લાગુ કરવા માંગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જોકે, એવું લાગે છે કે સરકાર રૂઢિચુસ્ત અભિગમ અપનાવવા માંગે છે અને અમલીકરણમાં થોડા મહિના વિલંબ કરશે.
2023ની શરૂઆતમાં 2011ના જંત્રી દરો બમણા કર્યા પછી રાજ્ય સરકારે નવેમ્બર 2024માં જંત્રી દરોનું નવું મૂલ્યાંકન પબ્લિક ડોમેઈનમાં મૂક્યું. આ પ્રસ્તાવિત દરો 2023ના દરો કરતા પાંચ ગણાથી 2000 ગણા વધારે હતા. સરકારે અગાઉ લોકોને તેમની વાંધા અરજી અને સૂચનો આપવા માટે 20 ડિસેમ્બર, 2024 સુધીનો સમય આપ્યો હતો પરંતુ આ સમયમર્યાદા 20 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી હતી.
નવી જંત્રી અંગેનો અંતિમ નિર્ણય ત્યારથી બાકી છે અને એવી ભારે ચર્ચા હતી કે નવા જંત્રી દર 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વધુમાં, સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યું છે અને જંત્રી દરમાં વધારો વિવિધ આયોજિત પ્રોજેક્ટ્સને ઢાંકી શકે છે. તેથી એવી પ્રબળ શક્યતા છે કે નવા જંત્રી દરનો અમલ આગામી કેલેન્ડર વર્ષ સુધી મુલતવી રાખવામાં આવે. જેમણે ઉમેર્યું હતું કે નવા જંત્રી દરના અમલીકરણને મુલતવી રાખવાનો નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવામાં આવશે.
સરકારે વર્ષ 2025-26 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી તેની આવકમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરી છે. રાજ્ય વહીવટીતંત્રે રાજ્યના બજેટમાં વર્ષ 2025-26 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી આવકમાં રૂ. 3,300 કરોડનો વધારો થવાની આગાહી કરી છે.
ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રૂ. 16,500 કરોડની આવકના સુધારેલા અંદાજની તુલનામાં, રાજ્ય સરકારના 2025-26 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી આવકનો અંદાજ રૂ. 19,800 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech