BREAKING NEWS

જામનગર : ધુંવાવ પાસેની ગોઝારી ગોલાઇ બની અકસ્માતઝોન: અંદરનો રસ્તો બનાવવો જરૂરી

  • December 19, 2025 05:28 PM 

જામનગરના પ્રવેશદ્વાર જેવા મનાતા ધુંવાવ ગામ પાસેની ગોલાઇ જેનો વાહન ચાલકો મહત્તમ ઉપયોગ કરે છે, એ ગોળાઇ જોખમી વળાંકના કારણે અકસ્માત ઝોન જેવી બનતી જાય છે, આજે જ એક બાઇક ચાલકને કારે ઠોકર મારી છે, એક મોત થયું છે, જેનો અહેવાલ આજના અખબારમાં સામેલ છે, મુદાની વાત એ છે કે, જે પુલ બનાવવા માટે આ કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યો હતો, તેની હવે જરૂરીયાત રહી નથી, ધુંવાવનો પુલ બની ગયો છે.

​​​​​​​

 ખુલી ગયો છે, છતાં વાહન ચાલકો જોખમી ગોલાઇ એટલા માટે પસંદ કરે છે, કારણ કે પુલ પછી ધુંવાવ ગામનો જે રસ્તો છે તેની અત્યંત બિસ્માર દશા છે, એ કારણે જ વાહનચાલકો અંદરથી પસાર થતાં નથી, તંત્રએ તાત્કાલીક ધુંવાવનો આ અંદરનો માર્ગ બનાવવો જોઇએ અને હવે ગોલાઇની જરૂરીયાત નથી એટલે ત્યાંથી વાહનો પસાર ન થાય તેના પગલા લેવા જોઇએ. કયારેક આ ગોલાઇ પર મોટો જીવલેણ અકસ્માત પણ સર્જાઇ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application