BREAKING NEWS

ક્લબ યુવીમાં આઠમની મહાઆરતી, દીવડાઓથી મેદાન ઝળહળી ઉઠ્યું

  • October 19, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્લબ યુવી દ્વારા તેની ૧૮ વર્ષની શાનદાર સફર નિમિત્તે નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે એક અલૌકિક અને વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ અને ૨૦ હજારથી વધુ પ્રેક્ષકોએ પોતાના હાથમાં મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને તથા દીવડાં પ્રગટાવીને જગદંબાની પરંપરાગત આરાધના કરી હતી. આ મહાઆરતીમાં આજકાલ સાંધ્ય દૈનિકના ચીફ ઈન એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી જોડાયા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. તેમજ વંશિકાબેન જેઠાણીએ મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. હજારો ભાવિકોના મોબાઈલ ફ્લેશથી સમગ્ર ગ્રાઉન્ડમાં એક અદભુત અને મંત્રમુગ્ધ કરી દેનારો નજારો સર્જાયો હતો.ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૬’માં ગઇકાલે હજારો પાટીદારો ભકિતભાવ સાથે કુળદેવી મા ઉમિયાની મહાઆરતીમાં હર્ષભેર જોડાયા હતા. કલબ યુવીની ભવ્ય મહાઆરતીમાં રોશની, આતશબાજી, ફલેશ લાઇટ અને અવનવા આર્કષણો સાથે દિવ્ય વાતાવરણની અનુભુતી સર્જાઈ હતી.




પાટીદાર શ્રેષ્ઠીઓ તથા પાટીદાર પરીવારો ઉપરાંત હજારોની સંખ્યામાં કડવા પાટીદાર ભાઇઓ-બહેનો ખલૈયાઓ-દર્શકો એ ઉત્સાહભેર મહાઆરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવીમાં પ્રથમવાર યોજાયેલા મંડળી ગરબામાં પણ ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.સેકન્ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં દક્ષિણ ભારત શૈલીમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના વિશાળ મંદિરમાં મનમોહક રંગોળી, પુષના તોરણ, દિવડાઓ થકી ઉત્કૃષ્ટ સજાવટ કરવામાં આવી હતી. મા ઉમિયાની પ્રતિમાનો અદભૂત શણગાર કરવામાં કરવામાં આવ્યો હતો. ક્લબ યુવીની ઓળખ ગણાતી અષ્ટમીની મહાઆરતીમાં હમેંશા કંઇક નવું અને નોખુ કરવામાં આવે છે. આઠમાં નોરતે ક્લબ યુવીના રાસોત્સવ ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર ભાઈઓ-બહેનોએ મા ઉમિયાના આશીષ લેવા ભકિતભાવ સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો.હૈયે હૈયુ દળાય તેવી માનવ મેદની ક્લબ યુવીના ગ્રાઉન્ડમાં ઉમટી પડી હતી. ચોમેર રોશની અને શણગારથી અદભૂત અલૌકિક વાતાાવરણ સર્જાયું હતું. ભારતના સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ કાશી વિશ્વનાથથી આવેલા બ્રાહ્મણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની ભાવપૂર્વક આરતી કરાઈ હતી. રંગબેરંગી લાઇટિંગના ભવ્ય લેસર શો દ્વારા અદભૂત દૃશ્ય રચાયા હતા. ડ્રોન દ્રારા અવકાશમાં ત્રિશુલ તેમજ એલઇડી સ્ક્રિન પર એનિમેશન સાથે મા ઉમિયાનું અવતરણની ઝાંખી પ્રર્દશીત કરાઈ હતી. મા ઉમિયાના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભવ્ય આતશબાજી દ્વારા આકાશમાં રંગબેરંગી ઝળહળાટ કરવામાં આવ્યો હતો.




કલબ યુવીના રાસોત્સવમાં સાતમાં નોરતે શનિવારે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટના મેયર નેહલભાઈ શુક્લ, ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા, ભાનુબેન બાબરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળિયા ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઇ.જી. નિર્લીપ્ત રાય, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયકુમાર ગુર્જર, એસજીએસટીના શિવકુમાર પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. નાર્કોટીક્સ વિભાગના અધિકારીઓએ ક્લબ યુવીના ખેલૈયાઓને ડ્રગ સહિત નશા મુક્ત રહેવાના શપથ લેવડાવ્યા હતા. શનિવારે આરતીમાં સંદીપભાઈ માકડિયા, રેડરેન ગ્રુપના પ્રજ્ઞેશભાઈ રૈયાણી, ભૂમીદાતા પ્રધુમન ગ્રુપના જ્યોતિસિંહ જાડેજા તથા જયરાજસિંહ જાડેજા, ગોપાલ નમકીનના બીપીનભાઈ હદવાણીએ આરતીનો લ્હાવો લીધો હતો.


કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ કોટડિયા પ્રાહી, હાર્વી વડાલિયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ રીયાન અઘેરા, પરીહાજ ઝાલાવડિયા, ચિલ્ડ્રન પ્રિન્સેસ મણવર ફ્રેયા, શાનવી ભાલોડી ચિલ્ડ્રન પ્રિન્સ કુશ જાવિયા, કાવ્ય ચોવટિયા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ મોરબિયા નેન્સી, દ્રષ્ટી પાણ, અંજલી વિરોજા, વેલ ડ્રેસ પ્રિન્સ નિકુંજ પાણ, ભડાણીયા કુશ, પટેલ પ્રણય, પ્રિન્સેસ તરીકે ધ્રુવી કણસાગરા, નેહા ભોરણિયા, ઇશા વડાલિયા, પ્રિન્સ તરીકે રવિ અઘેરા, પ્રિયાંશુ ભોજાણી, જયદીપ ગોલ વિજેતા બન્યા હતા. આઠમા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ બોરસાણિયા તીશા, ફળદુ હાર્વી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ અંશ કોરડિયા, યુગ સંતોકી ચિલ્ડ્રન પ્રિન્સેસ વૃતિકા ડેડાણીયા, વૃંદા પટેલ, ચિલ્ડ્રન પ્રિન્સ વીર જાવીયા, પ્રશીલ, ગોઘાસરા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ ચાર્મી સાપોવડિયા, સુહાની કણસાગરા, વેલ ડ્રેસ પ્રિન્સ ગોધાસરા બિરજુ, પ્રિન્સ ભુત, બોની વિરોજા, પ્રિન્સેસ તરીકે દિયા કોરડિયા, વરદા કણસાગરા, પ્રિયંકા કંટેસરિયા, પ્રિન્સ તરીકે લાડાણી ભૌતિક, ભુવા પ્રતીકકુમાર, ધવલ રામાણી વિજેતા બન્યા હતા. ક્લબ યુવીના વિજેતા ખેલૈયાઓને તુલસી એગ્રોના ચિરાગભાઈ ભાલોડિયા તથા નીશાબેન, ભારત એગ્રોના રેનીશભાઈ લાડણી તથા પારૂલબેન, સી.એ. વિપુલભાઈ માકડિયા તથા ખુશ્બુબેન, વીવાયઓના રાકેશભાઇ દેસાઇ તથા અમીબેન, પ્રદેશ ભાજપ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઇ વાળા, હાર્દિકભાઈ બોરડ, સહિતના અગ્રણીઓને વિજેતા ખેલૈયાઓને ઇનામ આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application