ગોંડલના હડમતાળા ગામે રહેતા ૯૦ વર્ષીય વૃદ્ધાના ઘરમાંથી દોઢ લાખની રોકડ અને ૪૦ હજારની કિંમતની સોનાની બુટીની ચોરીનો બનાવનો ભેદ ગોંડલ તાલુકા પોલીસે તાકીદે ઉકેલી વૃદ્ધાના પૌત્રની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે દોઢ લાખની રોકડ રિકવર કરી હતી. જયારે ચોરાઉ સોનાના ઘરેણાં ખરીદનાર રાજકોટના સોની વેપારી પાસેથી સોનાનો ઢાળીયો કબ્જે કરવામાં આવ્યો હતો. ગોંડલમાં હડમતાળા ગામે મફતિયાપરામાં રહેતા અંજુબેન ચેતનભાઈ દાણીધરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા મુકતાબેન વસંતદાસ ગોંડલીયા(ઉવ ૯૦)ની હડમતાળા ગામે થોરડી જવાના રસ્તે આશરે ત્રણ વિઘા જમીન આવેલ હતી. જે જમીન આશરે ચાર વર્ષ પહેલા મારી માતાએ .૩૦ લાખમાં વેચી નાખી હતી. જેમાંથી . ૭.૨૫ લાખ ફરિયાદીના ભાઈ ભરતભાઇના પત્ની દિવ્યાબેનને આપેલ હતાં. જયારે . ૭.૨૫ લાખ પ્રફુલભાઇને, . ૭.૨૫ લાખ અશોકભાઇને આપેલ હતાં. અમને ચારેય બહેનોને . ૧–૧ લાખ આપેલ હતા. જયારે માતાએ . ૧.૫૦ લાખ રોકડા પોતાની પાસે રાખેલ હતા. ગઇ તા.૧૮૦૯૨૦૨૬ ના રોજ સવારના સાડા છ વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતા. ત્યારે તેમની માતા મુકતાબેન મારા ઘરે આવી મને બથ ભરી રડવા લાગ્યા હતા. જેથી ફરિયાદી પૂછતાં તેમણે જણાવેલ કે, માં બધુ ચોરાય ગયુ છે. જેથી ઘરે જઈને જોતા પતરાની પેટીનું તાળુ તુટેલ હતુ અને બાજુમાં આવેલ કબાટ ખુલ્લો હતો. ઘરનો સામાન અસ્ત વ્યસત પડેલ હતો. જેથી મે મારા માતાને પુછતા તેમણે જણાવેલ કે, .૧.૫૦ લાખ અને પાકીટમાં રહેલ . ૪૦ હજારના સોનાના બે બુટી હતી તે ચોરાઈ ગયેલ છે. બનાવને લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુ.આર. ડામોરની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરતા ફરિયાદીના ભત્રીજા અને ભોગ બનનાર વૃદ્ધાના પૌત્ર દ્રારા જ ચોરીને અંજામ આપવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક ફરીયાદીના ભત્રીજાને રાઉન્ડ અપ કરી યુકિતપ્રયુકિતથી પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત આપતા પોલીસે મિલન ભરતભાઈ ગોંડલીયા (રહે. મોટા વડાળા, કાલાવડ, જામનગર)ની ધરપકડ કરી મુદ્દામાલ રિલ્વર કરવા તજવીજ આદરવામાં આવી હતી. ઝડપાયેલ શખ્સે પોલિસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, ચોરીથી મેળવેલ . ૧.૫૦ લાખની રોકડ તેની પાસે જ હોવાની અને સોનાની બુટી રમેશ ધોળકિયાને વેંચી નાખ્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ચોરાઉ ઘરેણાં ખરીદનાર સોની વેપારી કલ્પેશ રમેશભાઈ ધોળકિયા (રહે. રાજકોટ)ની ધરપકડ કરી સોનાનો ઢાળિયો, રોકડ, મોબાઈલ મળી કુલ . ૧.૯૩ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application