જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વ્યાપાર, વાણી અને તર્કના કારક ગણાતા ગ્રહોના રાજા બુધ દેવ આજે એટલે કે ૨૯ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૧૨ વાગ્યે પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ૨૨ જૂન ૨૦૨૬ સુધી બુધ આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આ ગોચરથી બ્રહ્માંડમાં અત્યંત શુભ અને દુર્લભ એવા ‘ભદ્ર રાજયોગ’ નું નિર્માણ થયું છે, જે તમામ ૧૨ રાશિઓના આર્થિક, વ્યવસાયિક અને કરિયર મોરચે મોટા પરિવર્તનો લાવશે
બુધના ગોચરથી ખુલશે ભાગ્યના દ્વાર: જુઓ બારેય રાશિઓનું રાશિફળ
મેષ રાશિ- પરાક્રમમાં વધારોબુધ તમારા ત્રીજા ભાવમાં ભ્રમણ કરશે, જે સાહસ અને ઉત્સાહમાં વધારો કરશે. મીડિયા, સેલ્સ, માર્કેટિંગ અને સંવાદ ક્ષેત્રના લોકોને મોટો ફાયદો થશે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.ગણેશજીની આરતી કરવી.
વૃષભ રાશિ - બમ્પર ધન લાભબીજા ભાવમાં ગોચર થવાથી તમારી આવકના સ્ત્રોત વધશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના પ્રબળ યોગ છે. બેંક બેલેન્સ વધારવામાં સફળતા મળશે. ખોટા ખર્ચ અને અવિચારી રોકાણથી બચવું.બુધવારે ગણેશજીને સફેદ મીઠાઈ ધરાવવી.
મિથુન રાશિ- ભાગ્યોદય અને પ્રગતિબુધ તમારી જ રાશિમાં આવી રહ્યા હોવાથી તમારા વ્યક્તિત્વમાં અદભુત નિખાર આવશે. અટકેલા કામો ઝડપથી પૂરા થશે અને સમાજમાં માન-સન્માન વધશે.નકારાત્મક ચિંતન કે વહેમથી દૂર રહેવું.ગણપતિ દાદાને દૂર્વા અને બેસનના લાડુ અર્પણ કરવા.
કર્ક રાશિ - ખર્ચમાં અણધારી વૃદ્ધિબારમા ભાવમાં ગોચર થવાથી બિનજરૂરી ખર્ચનું પ્રમાણ વધી શકે છે, તેથી બજેટનું આયોજન કરવું. વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં પ્રગતિ થશે.કરિયરમાં ઉતાવળે નિર્ણયો ન લેવા.ગણેશજીને લાડુનો ભોગ લગાવવો.
સિંહ રાશિ - અટકેલા નાણાં પરત મળશે.૧૧મા ભાવમાં ગોચર થવાના લીધે આર્થિક સમૃદ્ધિ આવશે અને જૂની અટકેલી ઈચ્છાઓ પૂર્ણ થશે. વેપારીઓને નવા સંપર્કોથી મોટો ફાયદો થશે.અહંકાર તજીને ટીમવર્ક પર ધ્યાન આપવું.બુધવારે ગણેશ મંદિરે જઈ દૂર્વા ચડાવવી.
કન્યા રાશિ - કરિયરમાં મોટો ઉછાળો ૧૦મા ભાવમાં બુધનું આગમન નોકરી અને પ્રોફેશનમાં અપ્રતિમ સફળતા આપશે. નવી જવાબદારીઓ અને પદ પ્રતિષ્ઠા વધવાના યોગ છે.કામ પ્રત્યે સંપૂર્ણ ફોકસ રાખવું.બુધવારે ગણેશજીને બેસનના લાડુ ધરાવવા.
તુલા રાશિ - ભાગ્યનો અદભુત સાથનવમો ચંદ્ર-બુધનો પ્રભાવ ધાર્મિક યાત્રાઓ અને ઉચ્ચ શિક્ષણમાં સફળતા અપાવશે. અટકેલા સરકારી કામો ભાગ્યના જોરે પૂરા થશે.સલાહ: વર્તનમાં નમ્રતા રાખવી.ગણેશજી સમક્ષ ધૂપ પ્રગટાવવો.
વૃશ્ચિક રાશિ - આર્થિક જોખમોથી બચવું આઠમા ભાવમાં ગોચર થવાથી અણધારી આર્થિક આફતો આવી શકે છે. કોઈ પણ મોટું નાણાકીય જોખમ કે લોન લેવાનું હાલ ટાળવું. રિસર્ચ અને ગુપ્ત વિદ્યા સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેવો.લીલા રંગના ફળોનું દાન કરવું.
ધન રાશિ - ભાગીદારીમાં મોટો નફોસાતમા ભાવમાં બુધનું ભ્રમણ લગ્નજીવન અને વ્યાપારિક ભાગીદારી (Partnership) માટે વરદાન સાબિત થશે. આવક વધારવાની નવી તકો મળશે. કડવા વેણ બોલવાથી બચવું.ભગવાન ગણપતિને લાડુ અર્પણ કરવા.
મકર રાશિ - કોર્ટ-કચેરી અને સ્પર્ધામાં વિજય છઠ્ઠા ભાવનો બુધ વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં મોટી સફળતા અપાવશે. વિરોધીઓ અને શત્રુઓ પર તમારી જીત થશે. કાર્યસ્થળ પર કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો.ગરીબોને લીલા ફળોનું દાન કરવું.
કુંભ રાશિ - સંતાન પક્ષે શુભ સમાચારપાંચમા ભાવમાં બુધનું આગમન બુદ્ધિબળ વધારશે અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાવશે. સંતાન તરફથી ખુશખબર મળી શકે છે.સ્વાસ્થ્ય અને અણધાર્યા ખર્ચ પર નજર રાખવી.નિયમિત રીતે શ્રી ગણેશજીની આરતી કરવી.
મીન રાશિ - પ્રોપર્ટી અને વાહન સુખચોથા ભાવમાં ગોચર થવાથી ભૌતિક સુખ-સુવિધાઓ અને મિલકતના વિવાદોમાં મોટો ફાયદો થશે. ઘરમાં ખુશી અને શાંતિનો માહોલ રહેશે.અયોગ્ય ખાનપાન અને ઉગ્ર વાણી ટાળવી. ગણેશ મંદિરમાં લાડુ ચડાવીને ગરીબોને વહેંચવા