BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં મગફળી, કપાસ અને જીરૂની મબલખ આવક

  • December 02, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારે ઉઘડતી બજારે મગફળી, કપાસ અને જીરૂની મબલખ આવક નોંધાઇ છે જેમાં મગફળી ૪૫૫૦૦, કપાસ ૨૬૪૩૮, જીરૂ ૧૨૧૭૪ મણની આવક થતા યાર્ડ જણસથી છલોછલ થઇ જવા પામ્યુ હતુ સોમવારે કુલ જણસ ૯૫૨૫૯ની થવા પામી હતી જયારે ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ જીરૂનો ૨૯૦૦ થી ૪૦૪૦ તથા મરચાનો ૭૬૦ થી ૩૩૮૫ સુધી બોલાયા હતા.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૬૦ થી ૪૨૫, ઘઉં ૪૭૦ થી ૫૫૦, મગ ૧૨૪૦ થી ૧૫૧૦, અળદ ૯૦૦ થી ૧૨૫૫, ચોળી ૧૩૦૦ થી ૧૫૩૦, વાલ ૯૦૦ થી ૧૧૦૫, મેથી ૪૦૦ થી ૪૫૦, ચણા ૯૭૫ થી ૧૦૮૦, ચણા સફેદ ૧૦૫૦ થી ૧૫૬૦, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૨૭૫, મગફળી જાડી ૯૦૦ થી ૧૨૪૫, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૩૮૦, મગફળી ૯ નંબર ૧૨૦૦ થી ૧૫૨૦, એરંડા ૧૧૦૦ થી ૧૩૨૫, તલી ૧૪૬૦ થી ૨૪૭૦, રાયડો ૯૦૦ થી ૧૦૮૬, રાય ૧૪૦૦ થી ૧૮૬૦, લસણ ૫૫૦ થી ૧૧૪૫, કપાસ ૧૦૦૦ થી ૧૫૨૦, અજમો ૧૦૫૦ થી ૨૯૧૫, અજમાની ભૂસી ૬૦ થી ૧૮૦૦, ધાણા ૧૮૦૫ થી ૧૮૯૫, ડુંગળી સુકી ૩૦ થી ૨૦૦, સોયાબીન ૭૦૦ થી ૯૦૦, વટાણા ૩૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ બોલાયા હતા સોમવાર કુલ જણસ ૯૫૨૫૯ મણ ગુણી ૪૪૯૬૫ જે ૭૮૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે મરચા અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application