BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં મગફળીની મબલક આવક: ૧૪૦૦૦ ગુણી ઠલવાઇ ભાવમાં જીરૂ ટોપ પર

  • January 07, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં થોડા દિવસના વિરામ બાદ મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી મંગળવારના રોજ ૧૪૦૦૦ ગુણી અને ૨૪૫૦૦ મણ મગફળી ઠલવાતા યાર્ડ મગફળીથી છલોછલ થઇ જવા પામ્યુ હતુ ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો સૌથી વધુ જીરૂનો ભાવ ૩૨૦૦ થી ૪૨૩૦ બોલાયો હતો.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૭૦૦ થી ૭૮૦, બાજરી ૩૦૦ થી ૩૮૦, ઘઉં ૩૦૦ થી ૫૭૫, મગ ૮૦૦ થી ૧૫૮૦, અળદ ૧૦૦૦ થી ૧૪૦૦, ચોળી ૪૦૦ થી ૬૦૫, વાલ ૩૦૦ થી ૪૦૦, ચણા ૮૦૫ થી ૧૧૦૫, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૬૦૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૪૦૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૧૮૫, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૬૫૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૫૩૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૬૫, તલી ૧૪૦૦ થી ૧૯૫૦, લસણ ૧૨૦૦ થી ૧૭૦૦, કપાસ ૧૦૦૦ થી ૧૬૦૫, અજમો ૧૧૩૦ થી ૩૯૬૦, અજમાની ભૂસી ૬૦ થી ૨૩૦૦, ધાણા ૧૨૫૦ થી ૧૯૫૫, મરચા ૧૨૦૦ થી ૨૦૬૦, ડુંગળી સુકી ૩૦ થી ૩૦૦, સોયાબીન ૭૦૦ થી ૯૬૭, વટાણા ૪૦૦ થી ૪૬૦, રાજમાં ૨૦૦ થી ૪૪૦ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૪૩૨૪૨ મણ ગુણી ૨૦૯૭૩ જે ૯૦૭ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.

​​​​​​​જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે અજમાની ભૂસી નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application