BREAKING NEWS

ઉપલેટામાં જૂથ અથડામણ: યુવકની આંગળીઓ કાપી નાખી, ચારને ઇજા

  • July 17, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટામાં જુથ અથડામણની ઘટના બની હતી.જેમાં દિલાવર હીંગોરા અને યાસીન ખાટકીનો પરિવાર એકબીજા પર કુહાડી- છરી સહિતના હથિયાર વડે તુટી પડતા ચારને ઇજા પહોંચી હતી. હુમલામાં યુવાનની હાથની આંગળીયો કાપી નાખાવમાં આવી હતી. બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સામસામી ફરિયાદના આધારે સાત શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. ઉપલેટામાં આવેલ ખાટકીવાડમાં રહેતાં યાસીન હારુનભાઈ કટારીયા (ઉ.વ ૨૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિલાવર ઓસમાણ હિંગોરા, મોસીન દિલાવર હિંગોરા, સાહિલ ઉર્ફે બાલો ઠેબા અને રોહિત સિંધીનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજના આશરે સાડા છ વાગ્યે તે ઘરે બેઠો હતો ત્યારે ભાઈ યુનુસએ કહ્યું કે, સમીર અને તેના પત્ની સુગરાબેન બંને રાજકોટ સ્વિફ્ટ કાર લઈને ગયેલ હતા અને પરત આવતા હતા ત્યારે ઉપલેટા સાંઢીયા પુલ પાસે પહોંચતા ઉપલેટા તરફથી મોહસીન દિલાવર હિંગોરા, રોહન સિંધી તથા સાહિલ ઉર્ફે બાલો ઠેબાએ મોહસીનની સ્વીફ્ટ ગાડી સમીરની ગાડી સાથે ભટકાડી ગાડીમાં તોડફોડ કરેલ છે અને સમીર સાથે ઝઘડો કરે છે, જેથી આપણે ત્યાં જવાનું છે. જે વાત કરતાં યુવકે ઘરમાંથી કુહાડી તથા લાકડી લઈને ઉપલેટા સાંઢીયા પુલ બાજુ જતા હતા ત્યારે નાગનાથ ચોકેથી ધોરાજી બાજુ સાંઢીયા પુલ બાજુ જતા સામેથી દિલાવર હિંગોરા જ્યુપીટર ગાડીમાં આવેલ અને ત્યાં તેનો દીકરો મોહસીન હીંગોરા છરી લઈને આવેલ અને તેઓને ઉભા રાખી મારવા લાગેલ હતાં. મોહસીને યુવકને માથામાં પાછળના ભાગે મારી નાખવાના ઇરાદે છરી મારી દીધેલ હતી. જેથી યુવકે હાથમાં રહેલ કુવાડીથી મોહસીનને મારેલ જેમા સામ સામે મારા મારી કરતા યુવકને માથાના ભાગે તથા હાથની આંગળીએ અને કાંડાના ભાગે છરી વાગેલ હતી. તેમજ યુવકના ભાઈ યુનુસને દિલાવરે માર મારેલ અને આ બંને માર મારતા ત્યારે કહેતા કે, આ ત્રણેય ભાઈને આપણે નકકી કર્યા મુજબ પતાવી દેવાના છે, કહી જીવલેણ ઈજા કરેલ અને ભાઈઓને પણ ગંભીર ઈજાઓ કરેલ હતી. તેમજ સમીરની ગાડી સાથે મોહસીને પોતાની કાર મારી નાખવાના ઇરાદે ભટકાડેલ અને મારામારી થતા ત્યાં આજુબાજુમાં માણસો ભેગા થઈ જતા યુવક અન યુનુસ ત્યાંથી નીકળી ગયા હતાં. વધુમાં યુવકે બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમના ભાઈ સમીરને રૂ.૫ હજાર આપવાના હોય જે વાતનું મનદુખ રાખી મોહસીને પોતાની કારમાં અન્ય શખ્સો સાથે ઘસી આવી કાર ભટકાડી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે ઉપલેટામાં સ્મશાન રોડ પર રહેતાં દિલાવરભાઈ ઓસમાણભાઈ હીંગોરા (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યાસીન ઉર્ફે અકાડી હારૂન ખાટકી, યુનુસ હારુન ખાટકી અને સમીર હારુન ખાટકીનું નામ આપ્યું છે. ગઈકાલે સાંજના આશરે સાડા છ વાગે તે ઘરે હતો ત્યારે સાહિલ ઉર્ફે બાલાનો ફોન આવેલ કે, હું તથા રોહન, મોહસીન સાથે તેની ફોરવીલમાં જતા હતા ત્યારે ઉપલેટાથી ધોરાજી રોડ ઉપર સાંઢીયા પુલ પાસે પહોંચતા મોહસીનની સ્વીફ્ટ કાર સામેથી આવતા સમીર હારૂન ખાટકીની કાર સાથે ભટકાયેલ છે અને સમીર તથા મોહસીન ઝઘડો કરે છે. આધેડ અહીં પહોંચતા તેનો દીકરો મોહસીન આવતા આ બંન્ને ભાઈઓ આડેધડ મારવા લાગેલ જેમાં યુનુસે લાકડીએથી શરીરે માર મારેલ અને યાસીને લાકડીથી હાથ-પગ અને માથાના ભાગે નાખવાના ઈરાદે કુહાડીનો પાછળનો ભાગ મારતા તેઓ જમીન ઉપર નીચે પડી ગયેલ અને ઈજાઓ થતા લોહી નિકળેલ હતું. આ મારામારીમાં દીકરા મોહસીનને અકાડી ઉર્ફે યાસીને કુહાડીથી આડેધડ માર મારેલ અને જેથી મોહસીન રોડ ઉપર પડી ગયેલ હતો. બાદમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થયેલ હોય જેથી ૧૦૮ મારફત સારવારમાં હોસ્પિટલમાં ખસેડેલ હતાં. ફરિયાદીના પુત્ર મોહસીનને અકાડીએ કુહાડી મારતા ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ કાપી નાખેલ હતાં. ઉપરાંત હાથની કોણીમાં, ગળામાં, ખંભાની હાંસડી પાસે તેમજ સાથળના ભાગે અને માથાના ભાગે કુહાડીનો ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે બંને જૂથની ફરીયાદ લઈ હત્યાના પ્રયાસની કલમ હેઠળ કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી પીઆઈ હેમેન્દ્ર ધાંધલ અને ટીમે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News