ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગઈકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ગઈકાલે રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી શહેરના જાણિતા ઉદ્યોગપતિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આજે તેઓ ગોંડલના પ્રવાસે છે ત્યારે શાપરમાં આવેલા પાણ હેલ્થ કંપનીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા.

પાણ હેલ્થના મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ અને ચિરાગભાઈ પાણે જગદીશ વિશ્વકર્માને બુકે આપી સ્વાગત કર્યું હતું. જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા પણ જોડાયા હતા. પાણ હેલ્થ દ્વારા આ તમામ નેતાઓનું પણ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જગદીશ વિશ્વકર્માએ પાણ હેલ્થના મેન્યુફેક્ચરિંગ વિભાગની પણ મુલાકાત લીધી હતી અને કઈ રીતે સેનેટરી પેડ બની તૈયાર થાય છે તેની વિગતવાર માહિતી મેળવી હતી.

પાણ હેલ્થકેર પ્રા. લિ. એ ભારતમાં ડિસ્પોઝેબલ એડલ્ટ ડાયપરના ટોચના સપ્લાયર્સની યાદીમાં પોતાનું નામ બનાવ્યું છે. પાણ હેલ્થકેર પ્રા.લિ. ટ્રેડ ઇન્ડિયાના ચકાસાયેલ વિક્રેતાઓની યાદીમાં સૂચિબદ્ધ છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉચ્ચ ટકાઉ પુખ્ત ડાયપર-સોફ્ટ કોટન બ્લેન્ડ, અલ્ટ્રા-એબ્સોર્બન્ટ, સુપિરિયર કમ્ફર્ટ માટે લીક-પ્રૂફ ડિઝાઇન વગેરેનું ઉત્પાદન કરે છે.

દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગનું યુનિટ ધરાવે છે
31 માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પાણ હેલ્થકેર દ્વારા બનાવાયેલા દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગનું યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાણ હેલ્થ એન્ડ હાઈજીન પ્રા. લી. કંપની દ્વારા અંદાજે રૂ. ૯૧ લાખના ખર્ચે રાજ્યના આદિવાસી વિસ્તારો અને સરકારી શાળાઓની ૨,૫૧,૦૦૦ જેટલી દીકરીઓને સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવાની જાહેરાત કરી હતી.


