BREAKING NEWS

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

  • October 02, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની વરણીને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા લાંબા સમયથી ચાલી રહેલી અટકણોનો અંત આવ્યો છે આવતીકાલે ત્રીજી ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સવારે 11 થી બપોરે 2:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે અને બપોરે ત્રણથી સાંજના ચાર સુધી ફોર્મ ની ચકાસણી હાથ ધરાશે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પર જ ખેંચવાની પ્રક્રિયા હાથ કરાશે ચોથી ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11:00 મતદાન થશે મતગણતરી પ્રદેશ પ્રમુખ ના નામની જાહેરાત 12:00 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ઉદય કાનગડના નેતૃત્વ હેઠળ સંપન્ન થશે. તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.


પરંતુ બિન સત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર પ્રદેશ અધ્યક્ષ ના નામ ને લઈને કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરશે નહીં પરિણામે બિનહરીફ નામની જાહેરાત પ્રભારી દ્વારા કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે


આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતીથી આગળ વધી શકે તે હેતુસર ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ચૂંટણી પ્રભારીની હાજરીમાં થવાની શક્યતા છે. પક્ષના કેન્દ્રીય નેતૃત્વ તરફથી નિયુક્ત થયેલા ચૂંટણી પ્રભારીની હાજરી આ જાહેરાતને વધુ ગંભીરતા અને મહત્વ આપે છે. તેમની ઉપસ્થિતિમાં માત્ર નવા પ્રમુખના નામની જાહેરાત જ નહીં, પરંતુ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તારીખ પર પણ મહોર વાગશે આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્રીય નેતૃત્વ હવે ગુજરાત એકમને વધુ સમય રાહ જોવડાવવા માંગતું નથી અને સંગઠનની પ્રક્રિયાને ઝડપી ગતિએ આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રભારીની હાજરી ગુજરાત ભાજપના સંગઠનાત્મક કાર્ય માટે એક નિર્ણાયક અને મોટી બેઠકનો સંકેત આપે છે.


ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખને લઈને લગભગ એક વર્ષથી વધુ સમયથી અટકળો ચાલી રહી હતી. વર્તમાન અધ્યક્ષનો કાર્યકાળ પૂરો થવાના આરે છે, ત્યારે કોને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાશે તે અંગે ભારે ઉત્સુકતા હતી. પક્ષના યુવા નેતાઓ, અનુભવી નેતાઓ અને સંગઠન સાથે ગાઢ રીતે જોડાયેલા નેતાઓના નામોની ચર્ચા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. હવે જ્યારે પ્રમુખના નામની જાહેરાત ગમે તે ઘડીએ થવાની છે, ત્યારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાશે. આ નિમણૂક ગુજરાતમાં પક્ષની દિશા નક્કી કરશે અને આગામી રાજકીય પડકારોનો સામનો કરવા માટે સંગઠનને નવો માર્ગ અને મજબૂતી પૂરી પાડશે.


*કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ

*આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ.

*પ્રદેશ અધ્યક્ષ માટે અઢીસોથી વધારે લોકો મતદાન કરશે.

*અમિત શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના લોકો મતદાન કરશે.

*ઉમેદવારોના નામોને લઈને દિલ્હીમાં બેઠકનો દોર ચાલુ બી.એલ.સંતોષ.અમિતશાહ,સી.આર.પાટીલ વચ્ચે બેઠક મળી.

*કમલમ ખાતે મંડપ બાંધવાની કામગીરી શરૂ કરાય.

*ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઓબીસી ચહેરો રહે તેવા સંકેત.

*અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા,હર્ષ સંઘવી, મયંક નાયક, શંકર ચૌધરીના નામ પણ ચર્ચામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application