BREAKING NEWS

ગુજરાતના આઇએએસ અધિકારી ડો. વિનોદ રાવના પિતાનું નિધનઃ 18 જુને કેરળમાં પ્રાર્થનાસભા

  • June 15, 2026 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના સેકન્ડરી અને પ્રાઇમરી એજ્યુકેશનના પ્રિન્સિપલ સેક્રેટરી ડો.વિનોદ રાવ આઇએએસના પિતાશ્રીનું ગત 6 જૂનના રોજ દુઃખદ અવસાન થયેલ. સદગતની પ્રાર્થના સભા 18 જૂન ગુરુવારના રોજ તેમના કેરળના નિવાસસ્થાને રાખેલ છે.


ડૉ. વિનોદ આર. રાવના પિતાશ્રી વી. રામચંદ્ર રાવનું 76 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેઓએ ગત તારીખ છઠ્ઠી જૂન, 2026ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા અને વૈકુંઠધામ સિધાવ્યા હતા.


સ્વર્ગસ્થ પુણ્યાત્માના મોક્ષાર્થે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે પરિવાર દ્વારા એક પ્રાર્થના સભા અને 'વૈકુંઠ સમારાધના'નું આયોજન 18 જૂન, 2026, ગુરુવારે બપોરે 12:00 વાગ્યાથી 'શ્રી રામ', ટી.ડી. ટેમ્પલ (મંદિર) નજીક, શેરથલા, કેરળ ખાતે  કરવામાં આવ્યું છે.


આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર વતી તેમના પુત્ર વિનોદ રાવ અને પુત્રી વીણા રાવ દ્વારા તમામ સગા-સંબંધીઓ તથા સ્નેહીજનોને આ પ્રાર્થના સભામાં જોડાવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. પિતાના નિધનના આ સમાચાર મળતાં જ ગુજરાતના વહીવટી વર્તુળો અને આઈએએસ લોબીમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને અનેક અધિકારીઓએ ડૉ. વિનોદ રાવ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application