BREAKING NEWS

મારો આદિવાસી તો દારૂ જ પીવે ને...ગુજરાતના મંત્રી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યું

  • November 18, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને પૂર્વ આઈપીએસ અધિકારી પી સી બરંડાએ જાહેરમાં ભાંગરો વાટ્યાનો ઘાટ ઘડાયો છે. તેમણે જાહેર મચં પરથી તેમણે એક ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું, મારો આદિવાસી તો દારૂ જ પીવેને. તેવું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારની કામગીરી પર અને કાયદો અને વ્યવસ્થાના મામલે સરા જાહેર ભાંડાફોડની સ્થિતિ સર્જાઈ છે.


સવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન ભાંગરો વાટ્યો

છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી પી સી બરંડાએ સ્ટેજ પરથી કરેલા સંબોધનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પી સી બરંડા જાહેર મચં પરથી પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડે છે અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું ત્યારે ૨૦૧૫માં ડીએસપી તરીકે આવ્યો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા. સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને થોડું ઘણું ચલાવવું પડે.


છોટાઉદેપુરની ગૌરવ યાત્રામાં દારૂબંધીનો સરા જાહેર ભાંડો ફોડી દીધો

છોટાઉદેપુરની ગૌરવ યાત્રા દરમિયાન મંત્રીના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે, દારૂ અને દોસ્તીની વાતો કરી પુરવઠા મંત્રી તરીકે ભાજપ સરકારના ગૌરવ ગાથામાં જ દારૂબંધીનો સરા જાહેર ભાંડો ફોડી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application