રાજકોટ : અંગ્રેજી ભાષા આજના સમયની -જરૂરિયાત બની ગઈ છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. ખાનગી શાળાઓમાં ઊંચી ફી ચૂકવીને મળતું આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે સરકારી શાળાઓમાં પણ નિઃશુલ્ક ઉપલબ્ધ બન્યું છે.
માત્ર આધુનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ જ નહીં, પરંતુ તેઓ ખેલ જગતમાં આગળ વધે તે માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે. રાજકોટ શહેરમાં ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં નવીન ટાવરની પાછળ આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલમાં ૪૦ જેટલા વિશાળ, હવા-ઉજાસવાળા અને સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડોમાં ડિજિટલ ઍજ્યુકેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસમાં ૧૪૦થી વધુ હાઈ-ડેફિનેશન સીસી ટીવી કેમેરા અને ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાયોગિક શિક્ષણ માટે અહીં અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ટેકનોલોજીના જ્ઞાન માટે
કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. રમત-ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતું વિશાળ મેદ્યન અને સ્પોર્ટ્સ સંકુલ પણ આ શાળામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કેન્ટીન, કાઉન્સેલિંગ રૂમ, મીટિંગ હોલ અને વિશાળ પાર્કિંગ જેવી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ વિકસાવવામાં આવી છે. પ્રકૃતિને ધ્યાનમાં રાખી શાળામાં સોલાર સીસ્ટમ અને ૩૦૦ વૃક્ષોની છાયામાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે તેવું વિશાળ કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ ઉપરાંત પાઠચપુસ્તકો, યુનિફોર્મ પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. વધુમાં નિયમ મુજબની તમામ સ્કોલરશીપ
(શિષ્યવૃત્તિ) જેવી સરકારી યોજનાઓન લાભ પણ મળવાપાત્ર રહેશે. શાળામાં હાલ ધોરણ ૯ અને ૧૦માં પ્રવેશ પ્રક્રિયાન પ્રારંભ થઈ ચુક્યો છે. મર્યાદિત બેઠકો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવવામ આવશે. પ્રવેશ પ્રક્રિયા આગામી તા. ૧ લ જુન સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે અલ્પેશભાઈ કપુપરા, ફોન નં.૯૯૭૮૩ ૯૦૬૦૦ ઉપ સંપર્ક સાધી શકાશે. મ્યુનિસિપલ કમિશન-તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ-આધુનિક શિક્ષણ પૂરું પાડતી શાળ ઉપલબ્ધ કરાવાઈ છે ત્યારે, શ્રેષ્ઠ શિક્ષણ માત્ર ઊંચી ફ્રી આપી મેળવી શકાય છે તે માત્ર એક પૂર્વધારણા હોવાનું જણાવી અ શાળાની અચૂક મુલાકાત લેવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application