BREAKING NEWS

ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ

  • February 18, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે રાજયનું વર્ષ ૨૦૨૬–૨૭નુ બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કયુ છે આ બજેટ પૂર્વે નાણામંત્રી એ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ બાદ રજૂ થયેલ બજેટમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણી, કોમનવેલ્થ ગેમ અંગે મહત્વની જાહેરાતો થાય તેવા સંકેત મળી રહ્યા છે. અહીં નોંધવું જરી છે કે રાજયમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનું શ્રેય વજુભાઈ વાળા ને મળે છે તો બીજા ક્રમે નીતિનભાઈ પટેલ છે તો ત્રીજા ક્રમે અત્યારે કનુભાઈ દેસાઈ આવી રહ્યા છે સરકારનું સૌથી મોટું બજેટ આ વર્ષે રજૂ થઈ રહ્યું છે.


સરકાર દ્રારા સામાજિક સુરક્ષા યોજનાઓમાં વધારો, યુવાનો માટે રોજગારમુખી તાલીમ અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, ખેડૂતો માટે આધુનિક ખેતી સાધનો અને બજાર જોડાણ જેવી પહેલો જાહેર થવાની શકયતા છે. નારી શકિત સશકિતકરણ માટે સ્વરોજગાર, સ્વસહાય જૂથો અને આરોગ્ય સુરક્ષા યોજનાઓમાં વધારો થવાની ચર્ચા છે.
રાયને સેમિકન્ડકટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા માટે વિશેષ પેકેજ જાહેર થઈ શકે છે. ઉધોગ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે કરરાહતો અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર ભાર મુકાઈ શકે છે. સાથે સાથે ગ્રીન હાઈડ્રોજન મિશન, રિન્યુએબલ એનર્જી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો શકયતા છે.

કૃષિ ક્ષેત્રે બીજથી બજાર સુધીનો મત્રં અપનાવી ખેડૂતોને સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ આપવા પર ભાર મુકાઈ શકે છે. સિંચાઈ યોજનાઓની ફાળવણીમાં આશરે ૨૦ ટકાનો વધારો થવાની શકયતા વ્યકત થઈ રહી છે, જેનાથી ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધારવાનો સરકારનો પ્રયાસ રહેશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કરોડોની જોગવાઈ પણ બજેટમાં સામેલ થઈ શકે છે.

શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલ–કોલેજ અપગ્રેડેશન અને સ્કોલરશિપ યોજનાઓમાં વધારો થવાની સંભાવના છે. આરોગ્ય ક્ષેત્રે નવી હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આધુનિકીકરણ માટે વિશેષ ફાળવણી થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News