BREAKING NEWS

ગુજરાત સરકારે વર્ષ 2026ની જાહેર રજાનું કેલેન્ડર બહાર પાડ્યું, સરકારી કર્મચારીઓને શનિ-રવિ સહિત વર્ષમાં ૯૯ દિવસની મળશે રજા

  • November 28, 2025 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરી ની સત્તાવાર જાહેર રજા ની યાદી બહાર પાડવામાં આવે છે આ વર્ષે ત્રણ જાહેર રજા રવિવારે આવે છે જે દિવાળી, મહાશિવરાત્રી, પશુરામ જયંતિની છે.


365 દિવસમાંથી માત્ર 266 દિવસ કામ કરવાનું રહેશે

ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે વર્ષ 2026નું હોલિડે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં કર્મચારીઓને વર્ષ દરમિયાન કુલ 23 જાહેર રજાઓ મળવાની છે.
પરિણામે ગુજરાત સરકારની તમામ કચેરીઓના કર્મચારી અને અધિકારીઓને 365 દિવસમાંથી માત્ર 266 દિવસ કામ કરવાનું રહેશે. તેમને 23 જાહેર રજાઓ ઉપરાંત રવિવાર તથા બીજા ચોથા શનિવારની કુલ મળીને 99 રજા મળવાપાત્ર રહેશે. 


મહા શિવરાત્રી અને પરશુરામ જયંતિ રવિવારના દિવસે આવી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે વર્ષ 2026 માટે જાહેર રજાઓની યાદી બહાર પાડી છે તેમાં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવાર સહિત કુલ 23 રજા મળવાપાત્ર રહેશે. અલબત્ત દિવાળી, મહા શિવરાત્રી અને પરશુરામ જયંતિ રવિવારના દિવસે આવી છે.


વર્ષ 2026ની કેટલીક મહત્ત્વની જાહેર રજાઓ

મકરસંક્રાંતિ: 14 જાન્યુઆરી (બુધવાર)

પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી (સોમવાર)

ધુળેટી: 04 માર્ચ (બુધવાર)

રમજાન ઈદ: 21 માર્ચ (શનિવાર)

સ્વાતંત્ર્ય દિન: 15 ઓગસ્ટ (શનિવાર)

રક્ષાબંધન: 28 ઓગસ્ટ (શુક્રવાર)

જન્માષ્ટમી: 04 સપ્ટેમ્બર (શુક્રવાર)

દશેરા: 20 ઓક્ટોબર (મંગળવાર)

સરદાર પટેલ જયંતી: 31 ઓક્ટોબર (શનિવાર)

બેસતું વર્ષ: 10 નવેમ્બર (મંગળવાર)

ભાઈબીજ: 11 નવેમ્બર (બુધવાર)

નાતાલ: 25 ડિસેમ્બર (શુક્રવાર)


કર્મચારીઓ 2 મરજિયાત રજા લઈ શકશે, જ્યારે બેંકોમાં 1લી એપ્રિલે રજા રહેશે 

ગુજરાત સરકાર દ્વારા બેંકો માટે પણ રજાઓ જાહેર કરાઈ છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જાહેર કરાયેલી રજાઓમાં 1લી એપ્રિલ 2026, બુધવારના રોજ બેંકોના વાર્ષિક હિસાબ ક્લોઝિંગના કારણે ગ્રાહકો માટે બેંકોમાં રજા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application