વાહનચાલકોને ટ્રાફિકના હવે રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ થશે
વાહનચાલકોને ટ્રાફિકના હવે રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ થશે
November 19, 2025 11:08 AM
ગુજરાતમાં રોડ સેટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ વચ્ચે સમજૂતી કરાર કરાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂકયો હતો ત્યારે રાયના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્રારા સ્વદેશી એપ મેપલ્સ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેટી માટે ખાસ સમજૂતી કરાર કરાયા છે. મેપલ્સ ઇન્ડિયા દ્રારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકલક્ષી ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવશે. જે બધં કરાયેલા રોડ, પ્લાન્ડ રોડ કન્સ્ટ્રકશન–રિપેર એકિટવિટિઝ, રેલી જેવી માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે. નાગરિકો–વાહનચાલકોને નેવિગેશનની સાથે સાથે આ એપ બ્લેક સ્પોટસ, એકિસડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે. ગુજરાત પોલીસ મેપમાય ઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. જેમાં બધં કરાયેલા રોડ અંગેની માહિતી પ્લાન્ડ રોડ કન્સ્ટ્રકશનરિપેર એકિટવિટિઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક ટ પસદં કરી શકશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્રારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટસ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્રારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ દરમિયાન ડેટા અપડેશનનું કાર્ય શ થઈ ચૂકયું છે. ગુજરાત પોલીસ વાહનચાલકોને મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રિયલ–ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટસ આપવા માટે મેપમાય ઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે.