જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે જ રાજ્યભરમાં પોલીસ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યના બોર્ડર વિસ્તારોમાંની સાથે સાથે સંવેદનશીલ સ્થળો પર વધારાની પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. અવરજવર કરી રહેલા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતનાં ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તહેનાત કરી દેવાઇ છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે.
ગુજરાતના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
આતંકી હુમલાના સંકટ વચ્ચે રાજ્યનાં તમામ શહેરો અને જિલ્લાઓમાં શાંતિ જળવાઇ રહે તે માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગુજરાતના સંવેદનશીલ ગણાતા વિસ્તારો કે જ્યાં છાશવારે કોમી છમકલું થાય તેવા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય
બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલી છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
પોલીસે માઇક્રોલેવલનું પ્લાનિગ કરી લીધું
અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને કોમી એકતા તૂટે નહીં તે માટે પોલીસે માઇક્રોલેવલનું પ્લાનિગ કરી લીધું છે. શહેર પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. ક્રાઇમ બ્રાંચે, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ ભેદી ગતિવિધિઓ ઉપર નજર રાખી રહી છે.
કોઇ શકમંદ એક્ટિવિટી દેખાશે તો પોલીસ જરૂરથી કાર્યવાહી કરશેઃ અમદાવાદ સીપી
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, અમદાવાદની શાંતિ ડહોળાય નહીં તે માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. પોલીસ હંમેશા એલર્ટ હોય છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં બનેલી ઘટના બાદ કોમ્યુનલ વાયોલન્સ ફેલાય નહીં તે માટે વધુ એલર્ટ આપી દેવાયું છે. સોશિયલ મીડિયા પર પોલીસ વોચ રાખશે. જ્યારે શકમંદો ઉપર પણ નજર રાખવામાં આવશે. જો કોઇ શકમંદ એક્ટિવિટી દેખાશે તો પોલીસ જરૂરથી કાર્યવાહી કરશે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. પોલીસ તેમજ એજન્સીઓ સોશિયલ મીડિયા પર વોચ રાખીને બેઠા છે. કેટલાક વિધ્ન સંતોષીઓ સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ કે પોસ્ટ અપલોડ કરી શકે છે. જેના કારણે શહેરની શાંતિ ડહોળાય તેવી શક્યતા છે. જો કોઇપણ વ્યક્તિ શાંતિ ડહોળે તેવી પોસ્ટ અપલોડ કરે તો પોલીસ સીધો ગુનો નોંધીને તપાસ શરૂ કરશે.
બહારનાં રાજ્યોથી આવતી ટ્રેનમાં મુસાફરોના સામાનનું ચેંકિંગ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ એલર્ટના પગલે બીજાં રાજ્યોથી આવતા લોકોના સામાનની તપાસ કરવામાં આવશે. ગીતામંદિર, કાલુપુર રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર આવતા પેસેન્જરોની તપાસ થશે. જે પેસેન્જરોની ગતિવિધિ શંકાસ્પદ લાગશે તેમની તપાસ કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની ટીમો પણ એલર્ટ થઇ ગઇ છે. બહારનાં રાજ્યોથી આવતી ટ્રેનમાં મુસાફરોના સામાનનું ચેંકિંગ કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech