BREAKING NEWS

દિલ્હીમાં આતંકવાદી હુમલાની દહેશતથી ગુજરાતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

  • May 11, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની રાજધાની દિલ્હીમાં આતંકવાદી હત્પમલાના ગુચર ઇનપુટસ મળતા જ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે. ભાજપ કાર્યાલય અને વિધાનસભા જેવા સંવેદનશીલ સ્થળોની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગુચર એજન્સીઓ દ્રારા પ્રા માહિતી અનુસાર, કેટલાક સશક્ર આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી ચૂકયા છે. આ આતંકીઓ દિલ્હી સહિત દેશના અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં હત્પમલો કરી શકે તેવી શકયતા છે. ખાસ કરીને સરકારી કચેરીઓ, રાજકીય પક્ષોના કાર્યાલયો અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવામાં આવી શકે છે. આ ઇનપુટને પગલે દિલ્હી પોલીસ, પેરામિલિટરી ફોર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડને તત્કાલિક ધોરણે તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાયના સુરક્ષા તત્રં દ્રારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.રાજયના મહાનગરોમા પ્રવેશતા તમામ પોઈન્ટસ પર પોલીસની ટીમો દ્રારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ સુરક્ષાના પડતર વધારી દેવાયા છે. રાયના ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડાઓને સાબદા રહેવા આદેશ આપ્યા છે.
તાજેતરમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુજરાત એટીએસ દ્રારા આતંકી કડીઓ પર કામ કરતા કેટલાક શંકાસ્પદ તત્વોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પાકિસ્તાનની આઈએસઆઈ સાથે જોડાયેલા આતંકીઓએ દિલ્હીના ઐતિહાસિક મંદિરો, દિલ્હી–સોનીપત હાઈવે પરના ઢાબા અને હરિયાણાના સૈન્ય કેમ્પની રેકી કરી હતી.
વધુમાં, સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્રારા યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસ દ્રારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દેશવિરોધી પ્રચાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ શંકાસ્પદ વ્યકિત કે વસ્તુ દેખાય તો તુરતં પોલીસનો સંપર્ક કરે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ અને સુરક્ષા દળો ખડેપગે તૈનાત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application