અમેરિકાના ફ્લોરિડાના અલાચુઆ કાઉન્ટી જેલમાં 40 વર્ષીય ગુજરાતી મૂળના ડૉક્ટર ચિંતન વિમલકુમાર શાહ મૃત હાલતમાં મળી આવ્યા છે. શાહ સામે બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રી રાખવા અને મોકલવા સહિતના અનેક ગંભીર આરોપો હેઠળ તપાસ ચાલી રહી હતી. તેમના પર મૃત્યુના થોડા દિવસો પહેલાં જ વધુ આરોપો લગાવવામાં આવ્યા હતા.અલાચુઆ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, શાહને જેલની એક અલગ સેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.ચિંતન શાહ અગાઉ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં એસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા હતા અને યુએફ હેલ્થ સેન્ડસમાં નેફ્રોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.શાહની શરૂઆતમાં 8 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તપાસની શરૂઆત એક સાયબર ટિપ્સથી થઈ હતી. તપાસકર્તાઓને એક કીક એકાઉન્ટ અંગે માહિતી મળી હતી, જેનો ઉપયોગ પ્રી-પ્યુબેસન્ટ ઉંમરની બાળકી સાથે સંબંધિત વીડિયો શેર કરવા માટે થયો હોવાનો આરોપ છે.શાહના મોબાઇલ ફોનની તપાસ બાદ વધુ છ આરોપો ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ 18 જુલાઈએ વધુ 34 આરોપો દાખલ કરાયા હતા. તપાસ દરમિયાન વધુ વાંધાજનક સામગ્રી મળી હોવાનો તપાસકર્તાઓનો દાવો હતો.આ સપ્તાહની શરૂઆતમાં પણ શાહ વિરુદ્ધ બાળ જાતીય શોષણ સામગ્રી સંબંધિત નવા આરોપો લગાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક એવી યુવતીની ઓળખ થઈ હતી, જે શાહ સાથે સગીર વયે સંપર્કમાં હોવાનો આરોપ છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, યુવતીએ જણાવ્યું હતું કે શાહે તેની પાસેથી જાતીય સ્વરૂપના ફોટોગ્રાફ્સ માગ્યા હતા અને જો તે સહકાર આપવાનું બંધ કરશે તો તેના માતા-પિતાનો સંપર્ક કરવાની ધમકી આપી હતી.પોલીસ રેકોર્ડ અનુસાર, તપાસકર્તાઓએ શાહના નામે નોંધાયેલા ઇન્ટરનેટ એકાઉન્ટ સુધી ઓનલાઈન પ્રવૃત્તિનો પત્તો લગાવ્યો હતો. ત્યારબાદ તેમના નિવાસસ્થાન અને ડિજિટલ એકાઉન્ટ્સની તપાસ માટે સર્ચ વોરંટ મેળવવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન કેટલીક એવી તસવીરો પણ મળી હોવાનો આરોપ છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બિકિની પહેરેલી યુવતીઓના ફોટોગ્રાફ્સમાંથી કપડાં દૂર કરવામાં આવ્યા હોય તેમ દેખાતું હતું. આવી તસવીરોમાં ઓછામાં ઓછી એક તસવીર શાહની ઓળખીતી પુખ્ત વયની મહિલાની હોવાનું જણાવાયું છે.પૂછપરછ દરમિયાન શાહે કીક એકાઉન્ટ અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો અને વકીલ સાથે વાત કરવાની માગણી કરી હતી.પ્રોસિક્યુટર્સે શાહને જામીન પર મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ હતી કે શાહ ભારતમાં જન્મેલા અને ઉછરેલા હોવાથી તેમના ભારત ભાગી જવાની શક્યતા અંગે ચિંતા હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application