આ ગુજરાતી ફિલ્મમાં હળવી રમુઝ સાથે પ્રેમને આવરી લેવામાં આવ્યો છેે
લવ જેહાદ અને કોમી ઉશ્કેરણીનું ઝેર એ કક્ષાનું પણ હોય કે એની ખતરનાક ટ્રેનિંગ અને એજન્ડા હેઠળ કોઈ કોમનો કોઈ યુવાન સંપૂર્ણ ભાન ભૂલીને પોતાના ઉદેશીને સાર્થક કરવા, પોતાના રસ્તામાં આડખીલીપ કોઈને પણ એકદમ ઠંડા કલેજે કોઈ સાઈકોપેથની જેમ મારી નાખે? વિધર્મી યુવતીને પ્રેમનું જાળમાં ફસાવીને વિકૃતિથી ટોર્ચર કરે ? આવા સમયમાં યુવાન છોકરીઓના માબાપે કેટલું એલર્ટ રહેવું જોઈએ?
ગુજરાતી ફિલ્મોમાં એક તરફ હળવી કોમેડી અને લવ ડ્રામાની ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે ત્યારે ૧૯મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી રાજુ ગાંધી પ્રોડકશનની પહેલી જ ફિલ્મ બેહદ આવા ગંભીર વિષયને લઈને આવી છે, જેમાં સૌથી અગત્યની વાત એ છે કે કોઈ આખેઆખા સમાજને આ પ્રકારનો ચીતરવાને બદલે, ભટકી ગયેલા જૂજ યુથ સામે એલર્ટ રહેવાની વાત છે. જેમાં, આવા લવ જેહાદી યુથને નથી એના ઘરમાંથી કોઈનો ટેકો કે નથી એના મિત્ર વર્તુળમાંથી કોઈનો ટેકો.
લવ જેહાદી યુવકના વિલનીશ રોલમાં દાનેશે ગાંધીએ પોતાની પહેલી જ ફિલ્મમાં એક સિઝન્ડ એકટરની જેમ સોલિડ એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે અત્યારના ખોટા હિરોઈઝમ અને છવાઈ જવાના કાલ્પનિક ટ્રેન્ડમાં કોઈસીધી જ વિલન તરીકે એન્ટ્રી ના મારે અને એમાંય હોમ પ્રોડકશન હોય તો તો શું કામ મારે? પરંતુ એક એકટરને રોલનો પ્રકાર કે લેન્થ નહીં, જબરજસ્ત એકિટંગને સ્કોપ જોઈએ એ વાત દાનેશે પોતાની પહેલી જ ફિલ્મથી સાબિત કરી દીધી. ડાયલોગ ડિલિવરીથી લઈને સીચ્યુએશનલ મેનરીઝમ, લુક અને ઈમ્પ્રોવાઈઝેશનમાં દાનેશે કમાલ કરીને આગામી સમયમાં એક લાંબી છાપ છોડવાની ગવાહી આપી દીધી છે. એન્ટેગોનિસ્ટ સલમાનના રોલમાં એને જે ઠંડકથી પોતાના છદ્રવેશી કેરેકટર શાશ્વતને નિભાવ્યું છે એ પ્રેક્ષકોના ંવાડા ઊભા કરી દે છે. એવી જ રીતે, ક્રિશાના રોલમાં હાનવી ચૌહાણે પણ બહત્પજ એકસપ્રેસિવ અને લાઈવલી પરફોર્મન્સ આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application