BREAKING NEWS

જામનગર : રોમાંચ અને અતુટ શ્રઘ્ધાની વાર્તા એટલે ગુજરાતી ફિલ્મ દશેરા

  • November 25, 2025 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતની પ્રથમ બિગેસ્ટ વિએફએકસ ફિલ્મ દશેરાનો પ્રિમિયર શો સોમવારે મેહુલ સીનેમા ખાતે યોજવામાં આવ્યો હતો, સ્પેશીયલ સ્ક્રીનીંગ વખતે દશેરા ફિલ્મ કસબીઓ હાજર રહયા હતા, દેવી વાઘમાતા અને અંધશ્રઘ્ધા પર શ્રઘ્ધાના વિજયની વાર્તા પર આધારીત દશેરા ફિલ્મની કહાની ડાંગના રહસ્યમય જંગલોથી શરૂ થાય છે અને જંગલના દેવી રક્ષક વાઘમાતાની કથા મનમોહક સીન-ઇમોશનલ સ્ટોરી જીવંત બનાવે છે, બ્રેથટ્રેકીંગ, વિએફએકસ, અદભુત સીનેમેટોગ્રાફ, દિવ્યતા સાથે માનવીય અનુભવ અને કલાકારોનો અફલાતુન અભિનય, જકડી રાખે તેવુ ચિન્મયનું ડાયરેકશન, ઉપરાંત વાઘમાતાની ગર્જના સાંભળતા આંખો ભીની થઇ જાય એવી ભાવનાત્મક વાર્તા દ્વારા જીવંત કરાયું છે, સાઉથની કાંતારા જેવી ફીલ્મ આખા ગુજરાતમાં એકદમ નવા કોન્સેપ્ટ સાથે તૈયાર થઇ છે.


ગુજરાતમાં રીલીઝ થયેલી દશેરા ફિલ્મ જોઇને દર્શકો જુમી ઉઠયા છે અને પોતાની ફિલ્મ લાગે છે, ફિલ્મનો પહેલી જ ફ્રેમ તમને પ્રાચીન અને સાકાર બનેલી દુનિયામાં ખેંચી જાય છે. ડાંગના રહસ્યમય જંગલોમાં ફિલ્માયેલા દશેરા ફેઇથ અને ફીયર, ડેવોશન અને ડીસ્ટ્રકશન વચ્ચેનું કલ્પિત કથાસેતુ બાંધે છે. 


પ્રોડ્યુસર વિરાજ દવે ઉમેરે છે, જે પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે તે શબ્દોથી વધુ છે. અમારે બતાવવું હતું કે ગુજરાતી સિનેમા પણ મોટા સપનાં જોઈ શકે છે. દશેરા એ સાબિતી છે કે અમારી કથાઓ, અમારી જડો અને અમારી ભક્તિ કંઈક મહાન સર્જી શકે છે.
​​​​​​​

વિરજ દવેના માર્ગદર્શન હેઠળ, અસ્તર ફિલ્મસ, મહામાયા સ્ટુડીયો અને ૩૬૦ આઇ સાથે મળીને બનેલી આ ફિલ્મ ભક્તિ, શક્તિ અને ભાગ્યની ગ્રીપીંગ સફર છે. ફિલ્મના કલાકારોમાં કાર્તિક, જગદીશ ઇટાલિયા, પૌરવિ જોષી, ઉન્નતિ શીર્ષથ, સુન્દરમ પ્રસાદ, જીતેન્દ્ર સુમરા, યૂગ ઇટાલીયા અને અન્યનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application