ગુજરાતના યુવાનોના પ્રિય ગાયકોમાંના એક કિંજલ દવેને લઈને મોટા સમાચાર આવ્યા છે. કિંજલ દવેને તેમના જીવનસાથી મળી ગયા છે. જી હા કિંજલ દવેએ ધ્રુવિન શાહ નામના યુવક સાથે સગાઈ કરી લીધી છે. પહેલા ગોળધાણાનો પ્રસંગ અને પછી સગાઈ કરી લીધાનું જાણવા મળ્યું છે. કિંજલ દવેની જે યુવક સાથે સગાઈ થઈ છે તે ધ્રુવિન શાહ એક્ટર છે અને સાથે જ ખૂબ મોટા બિઝનેસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં આશ્ચર્ય સાથે ખુશી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે.
વીડિયો પોસ્ટ કરી લખ્યું- ગોડ્સ પ્લાન
કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની ઓફિશિયલ જાહેરાત કરવાની સાથે સગાઈનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- ગોડ્સ પ્લાન.
કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આ લાંબા સમયના સંબંધને હવે તેમણે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા આપી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકપ્રિય સિંગર કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના અસંખ્ય ચાહકોમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતની 'ચાર ચાર બંગડીવાળી' સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.
કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ?
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.