આવતીકાલે તા.૩૧મીના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. જેની પરીક્ષા સમિતિ દ્વારા તૈયારી પૂર્ણ કરાઈ છે. જો કે, રજિસ્ટ્રેશનના આંકડા જોતા આ વર્ષે એ ગૃપના બદલે વિદ્યાર્થીઓએ આ ગૃપ પર પસંદગીનો કળશ વધુ ઢોળ્યો હતો. આમ કુલ ૭૧૦૮ વિદ્યાર્થી ૩૪ કેન્દ્રો પર પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. પરીક્ષા સમિતિએ તૈયારીને આખરી ઓપ આપ્યો, આ વર્ષે ૪૪૨૫ વિદ્યાર્થી અને ૨૬૮૩ વિદ્યાર્થિની ૩૪ કેન્દ્રો પર પરીક્ષા આપશે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડીગ્રી એન્જિનીયરીંગ-ફાર્મસી તેમજ મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ૧૨-૧-૦૬ના ઠરાવથી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું ઠરાવવામાં આવ્યું હતું.
જ્યારે ગૃપ-એ (મેથ્સ) તથા ગૃપ-બી બાયોલોજી તથા ગૃપ એબી (મેથ્સ-બાયોલોજી)ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનીયરીંગ, ડિપ્લોમા તથા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને ગુજકેટ યોજવાની સુચનાના પગલે આગામી તા.૩૧ના રોજ ગુજકેટ યોજાનાર છે. જેમાં જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરાઈ છે. જે પરીક્ષા સ્થળની આજુબાજુ ૧૪૪મી કલમનો હુકમ કરાવી અમલ કરાવેલ તથા જે અધિકારી કર્મચારીના સંતાન ગુજકેટ- ૨૪ની પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના હોય તો તેમના અને બાળકોના બાયોડેટા ધરાવતું રજિસ્ટર જિલ્લા શિક્ષણાધિકારીએ નિભાવવાનું રહેશે. ભાવનગર જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ૫૯૮૮ વિદ્યાર્થી ગુજરાતી માધ્યમના રહેશે તો ૧૧૧૯ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી રહેશે. જ્યારે એક વિદ્યાર્થી હિન્દી માધ્યમમાં પરીક્ષા આપશે. તો બોટાદમાં ૮૩૫ ગુજરાતી માધ્યમમાં ૫૦ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. આમભાવનગરમાં ૭૧૦૮ વિદ્યાર્થી ૩૪ બિલ્ડીંગના ૩૫૭ બ્લોકમાં અને બોટાદમાં ૮૮૫ વિદ્યાર્થી પાંચ બિલ્ડીંગના ૪૬ બ્લોકમાં પરીક્ષા આપનાર છે. જેમાં ભાવનગરમાં ૪૪૨૫ વિદ્યાર્થી સામે ૨૬૮૩ વિદ્યાર્થીની પરીક્ષા આપશે. જો કે, આ વર્ષે વિદ્યાર્થીનો મોટો વર્ગ બી ગૃપ પર પસંદગી ઉતારી છે જેના આંકડા જોઈએ તો એ ગૃપમાં ૧૬૯૪ વિદ્યાર્થી નોંધાયા છે તો બી ગૃપમાં ૫૪૧૧ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે એબી ગૃપમાં ૩ વિદ્યાર્થી નોંધાયા છે. ત્યારે આગામી ૩૧મીએ યોજાનાર ગુજકેટની પરીક્ષા માટે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી તથા પરીક્ષા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech