ધોરાજીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી અને સમગ્ર સમાજને હચમચાવી નાખે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે,પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ધોરાજીની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પર બાલ વાટિકામાં અભ્યાસ કરતી માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલાં અને જાતીય સતામણી આચરવાનો ગંભીર આક્ષેપ થયો છે. પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક વિદ્ધ પોકસો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શ કર્યેા છે.
મળતી માહિતી મુજબ પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ધોરાજીની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક દેવાણદં ગોવાભાઈ બેરા સામે ગંભીર આક્ષેપો થયા છે,આરોપી શિક્ષક બાલ વાટિકામાં અભ્યાસ કરતી માસૂમ બાળકીઓ સાથે અયોગ્ય વર્તન કરતો હોવાની ઘટના સામે આવી છે, બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરી અભદ્ર હરકતો કરવામાં આવતી હોવાના આક્ષેપોથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે,
આરોપી શિક્ષક લાંબા સમયથી બાળકીઓ સાથે અયોગ્ય વર્તન કરતો હતો, કોઈને કહેશે તો તેના માટે સાં નથી તેવું પણ કહેતો હતો,જોકે, માસૂમ બાળકીઓએ પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો બહાર આવ્યો હતો, ઘટના સામે આવતા જ વાલીઓ પાટણવાવ પોલીસ સ્ટેશન દોડી જઈ વાલીઓએ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
સમગ્ર મામલે પાટણવાવ પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક વિદ્ધ બીએનએસ એકટની કલમ ૭૫(૨), ૩૫૧(૨), ૬૪(૨), ૬૫(૨) તેમજ પોકસો એકટની કલમ ૬, ૮, ૧૦ અને ૧૮ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે,પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શ કરી છે.
શાળા જેવી સુરક્ષિત અને પવિત્ર માનવામાં આવતી જગ્યાએ માસૂમ બાળકીઓ સાથે બનેલી આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે. હાલ પોલીસ દ્રારા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ તેજ કરવામાં આવી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે