રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મવડી વિસ્તારમાં .૨૩.૬૦ કરોડના ખર્ચે ૧૧,૮૩૧ ચોરસ મીટર જમીન પર નવનિર્મિત અટલ બિહારી વાજપેયી સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે અત્યાધુનિક જિમની સુવિધાનો આજથી વિધિવત પ્રારભં મ્યુનિ. પદાધિકારીઓના હસ્તે કરવામાં આવ્યો હતો. વાજપેયી સ્પોટર્સ કોમ્પ્લેક્ષમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જીમની સાથે યોગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર કોમ્પ્લેક્ષમાં ડે–નાઇટ સુવિધા ઉપલબ્ધ હોવાથી નોકરીયાત વર્ગ અને રમતવીરો પોતાની અનુકૂળતા મુજબ વહેલી સવારથી મોડી રાત સુધી આ સેવાનો લાભ લઈ શકે તે રીતે રાખવાનું મહાનગરપાલિકા દ્રારા નિયત કરવામાં આવ્યું છે. નાગરિકો માટે આજથી ઉપરોકત સેન્ટર ખાતેથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શ કરવામાં આવેલ છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વીજળી ખર્ચ ઘટાડવા અને ગ્રીન એનર્જી વપરાશના હેતુથી ૭૪.૩૫ કીલોવોટ કેપેસીટીની સોલાર પેનલ લગાવવામાં આવેલ છે. જેનાથી વાર્ષિક આશરે ૧,૦૭,૦૦૦ જેટલા યુનિટ જનરેટ થવાથી વીજળીના ખર્ચમાં ઘટાડો થાય છે અને પરંપરાગત વીજળીના ક્રોત પરનું ભારણ પરોક્ષ રીતે ઘટાડી શકાય છે.
મવડીના વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે નાગરિકો તથા રમતવીરોને ખુબજ વાજબી દરે ત્રિમાસિક ધોરણે મેમ્બરશીપ આપવામાં આવે છે. હાલ વિવિધ રમતગમતમાં મળીને કુલ ૫૨૮ મેમ્બર્સ લાભ લઇ રહયા છે. ખેલાડીઓને શ્રે તાલીમ મળે અને શ્રે કોચ કે જેઓ શ્રે ભુતપુર્વ રમતવીર તરીક પરર્ફેામ કરી ચુકયા હોય અને હાલ કોચીંગ સાથે જોડાયેલ હોય તેઓને રોજગારીની તકો મળે તે માટે કોચીંગ મોડેલ અમલમાં મુકવામાં આવ્યુ છે. જેમાં અરજીઓ મંગાવી નિયત લાયકાત ધરાવતા કોચીસ પાસેથી અરજી મેળવી કમિટી દ્રારા સીલેકશનના માધ્યમથી આ કોચીસ અત્રેની ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, શુટીંગ અને બેડમિન્ટન જેવી રમતગમત સુવિધાઓ ખાતે અત્રેથી નિયત થયેલ ફી ના ધોરણો મુજબ તાલીમ આપે તેવુ મોડલ અપનાવવામાં આવેલ છે. જેમાં ફી માં રેવન્યુ શેરીંગ મોડલ અપનાવવામાં આવેલ છે. કોચીંગ મોડલના માધ્યમથી કુલ૧૪૧ રમતવીરો વિવિધ રમતગમત સુવિધાઓનો લાભ લઇ રહયા છે. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે ઉપલબ્ધ જુદી–જુદી રમતગમતની વૈશ્વિક કક્ષાની સુવિધાઓનું પ્રત્યક્ષ અને ઝીણવટભયુ નિરીક્ષણ કરી અને વિસ્તૃત માહિતી મેળવીને રાજકોટના ખેલાડીઓ અને આમ નાગરિકોને આ આંતરરાષ્ટ્ર્રીય સ્તરના સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યેા હતો. ઉપરોકત શુભારભં પ્રસંગે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઇ ખીમણીયા, શાસક પક્ષ દંડક સજયસિંહ રાણા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોર્પેારેટર વોર્ડ નં.૧૨ ડો.પ્રદિપ ડવ, કિશન ટીલવા, કીરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રભારી નરશીભાઇ કાકડીયા, પુર્વ કોર્પેારેટર મગનભાઇ સોરઠીયા, યોગરાજસિંહ જાડેજા, કંચનબેન મારડીયા, ધિરજભાઇ મુંગરા, મહેશભાઇ તીરડવા, મહિપતભાઇ કુંબલ, મનસુખભાઇ વેકરીયા, જયભાઇ ગર, આસી. મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઘોણિયા, રેસકોર્ષ સંકુલના મેનેજર એચ.બી ભસોટીયા, સીઆઆઆરએસપીએફ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ ઇજનેર અનિધ્ધ સિસોદીયા અને રોશની શાખા એન્જીનીયર આર.વી.જલુ ઉપસ્થિત રહ્યા હતા