BREAKING NEWS

ઈરાન સાથે જોડાયેલા હેકર્સે બ્રિટનની પાવર ફેસેલિટી ચાર દિવસ માટે બંધ રાખી હતી

  • August 24, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લંડન: ઈરાન સરકાર સાથે જોડાયેલા હોવાનો આરોપ ધરાવતા હેકર્સે ગયા મહિને બ્રિટનની એક નાની વીજ ઉત્પાદન સુવિધા પર સાયબર હુમલો  કરી તેને ચાર દિવસ સુધી બંધ  રાખી હોવાનો દાવો સામે આવ્યો છે. આ ઘટનાને બ્રિટનની પાવર ફેસેલીટી સામે થયેલા પ્રથમ સાયબર હત્પમલા તરીકે જોવામાં આવી રહી છે.
બ્રિટનના એનર્જી મંત્રી માઈકલ શેન્કસે જણાવ્યું હતું કે જે જનરેટર પર હત્પમલો થયો તે કદમાં ખૂબ નાનું હતું અને દેશના મોટા પાવર સ્ટેશનની સરખામણીમાં તેનું મહત્વ મર્યાદિત હતું. આ હુમલાથી  બ્રિટનની સમગ્ર વીજળી ગ્રીડને કોઈ ખતરો થયો નહોતો અને સામાન્ય લોકો માટે વીજ પુરવઠો પણ બધં થયો નહોતો. જોકે, સરકાર અને સંબંધિત જનરેટરે ઘટનાને ગંભીરતાથી લીધી હતી.બ્રિટનમાં હજારો નાના વીજ ઉત્પાદન કેન્દ્રો વીજળીના રાષ્ટ્ર્રીય ગ્રીડ સાથે જોડાયેલા છે. તેમાંના ઘણા ગેસ આધારિત જનરેટર છે, જે અઠવાડિયામાં માત્ર થોડા કલાકો માટે કાર્યરત રહે છે. આવી નાની સુવિધાઓને નિશાન બનાવીને હેકર્સે પોતાની ક્ષમતા ચકાસી હોવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.રિપોર્ટ મુજબ, આ હત્પમલો ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ સાથે જોડાયેલા હેકર્સની ક્ષમતા દર્શાવવાનો પ્રયાસ હોઈ શકે છે. જો કે, હત્પમલાની જવાબદારી અંગે અંતિમ સત્તાવાર પુષ્ટ્રિ આપવામાં આવી નથી.આ હત્પમલો એવા સમયે થયો યારે અમેરિકાના ૧૨ રાયોમાં પાણી પુરવઠા સાથે જોડાયેલી કેટલીક સુવિધાઓ સામે પણ સાયબર હત્પમલાની શ્રેણી જોવા મળી હતી. બ્રિટનના નેશનલ સાયબર સિકયુરિટી સેન્ટરે પણ દેશની વિવિધ સંસ્થાઓને રાય અને બિન–રાય કલાકારો તરફથી વધતી વિક્ષેપકારક સાયબર પ્રવૃત્તિ અંગે ચેતવણી આપી છે.
સરકાર સંસ્થાઓને પોતાની સાયબર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી રહી છે. બ્રિટન સરકાર ૨૦૨૬ના અતં સુધીમાં વધુ વ્યાપક એનર્જી રેઝીલીયસં સ્ટ્રેટેજી રજૂ કરીને વિવિધ પ્રકારના જોખમો સામે દેશની ઊર્જા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application