શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા યુવાને મિત્રએ કરેલા પ્રેમલગ્નમાં સાક્ષી થયાની દાઝ રાખી યુવતીના પિતા સહીતનાએ અપહરણ કરી ખારામાં લઈ જઈ માર મારી તેના કપડા ઉતારી વીડિયો બનાવી ધાક ધમકી આપતા આઠ સામે ગુનો નોંધાવા પામ્યો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરી યુવતીના પિતાની ધરપકડ કરી હતી.ઝડપાયેલા શખ્સને આજે કોર્ટ હવાલે કરાશે.
શહેરના ફુલસર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા મિખીલભાઈ ઘનશ્યામભાઈ સુરજીવાળાએ બોરતળાવ પોલીસ મથકમાં વિપુલ નારણભાઈ મકવાણા (રે. મહાકાળી માતાજીનો ચોક, હાદાનગર) અને અન્ય સાત અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના મિત્ર સનીભાઈ જેન્તીભાઈ મકવાણાએ વિપુલ મકવાણાની દીકરી દેવલબેન સાથે કોર્ટ
મેરેજ કર્યા હતા. તેમાં તેઓ સાક્ષી થયા હતા તે વાતની દાઝ રાખી ગત તા. ૧૮ના રોજ સાંજના તેઓ નોકરી ઉપરથી છુટી બાઈક લઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં વિપુલ મકવાણા અને તેની સાથે રહેલા શખસોએ આવી તેની બાઈકમાં તેનું અપહરણ કરી ખારામાં લઈ જઈ ધોકા વડે માર મારી મારી દિકરીના કેસમાં સાક્ષી થયેલ છો તને મારી નાખવો છે. તેમ કહી તેના કપડા કઢાવી વીડિયો ઉતાર્યો હતો.
બાદ અલ્ટીકા કારમાં બેસાડી કરદેજ ગામે રાધે હોટલની સામેના ભાગે ઉતારી નાસી છુટ્યા હતા. ઉક્ત ફરીયાદ અનુસંધાને પોલીસે બીએનએસ એકટ ૧૪૦(૩), ૧૧૪૫ (૨), ૩૧૪, ૩૫૧(૩), ૫૪, તેમજ જીપી એક્ટ ૧૩૫, મુજબ ગુનો દાખલ કરી યુવક ઉપર હુમલા મામલે વિપુલ નારણભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. જયારે હજુ આ કેસમાં અન્ય શખ્સો નાસતા ફરી રહ્યા હોવાનું તેમજ ઝડપાયેલા શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરાનાર હોવાનું જાણવા મળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech