BREAKING NEWS

ગાઝામાં હમાસે 8 લોકોને ગદ્દાર ગણાવી માથામાં ગોળી મારી

  • October 15, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઝામાં શાંતિ પ્રસ્તાવ ઇજિપ્તની ધરતી પર સ્વીકારવામાં આવ્યો છે, જેમાં અમેરિકા, તૂર્કિયે અને કતાર મુખ્યત્વે સામેલ હતા. આ ઉપરાંત, ઘણા અન્ય દેશોએ પણ સંમતિ આપી છે અને ઇઝરાયલની પણ મંજૂરી છે. યુદ્ધવિરામની જાહેરાત થઈ ગઈ છે અને હમાસે પણ શસ્ત્રો છોડવા માટે સંમતિ દર્શાવી છે. આમ છતાં, જમીની સ્તર પર સ્થિતિ અલગ જ દેખાઈ રહી છે.

હમાસનો સોમવાર સાંજનો ગણાતો એક નવો વીડિયો બહાર આવ્યો છે. તેમાં જોવા મળે છે કે હમાસના શસ્ત્રધારી કમાન્ડરોએ 8 લોકોને ઘૂંટણિયે બેસાડીને ગોળી મારી દીધી. આ તમામ લોકોના હાથ બાંધેલા હતા અને આંખો પર પણ પટ્ટી બાંધેલી હતી. પછી તેમને ફરજિયાતપણે ઘૂંટણિયે બેસાડવામાં આવ્યા અને તેમના માથામાં ગોળી મારી દેવામાં આવે છે.

ગોળીઓના આ ધડાકા વચ્ચે, ત્યાં હાજર ભીડમાંથી 'અલ્લાહ હુ અકબર'ના નારાનો અવાજ સંભળાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ છે, જેને શેર કરવો પણ મુશ્કેલ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમાસના લડાયકોએ આ લોકો પર ઇઝરાયલ સાથે મળી જવાનો આરોપ મૂક્યો હતો.

હમાસે ગાઝા પર પોતાનો નિયંત્રણ મજબૂત કરવા માટે આ કાર્યવાહી કરી છે. જો આ હકીકત હોય, તો તે શાંતિ સમજૂતીની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય અને ઇઝરાયલ માટે પણ પડકારરૂપ બને. ઇઝરાયલે અગાઉ જ કહી દીધું હતું કે યુદ્ધવિરામ માટે હમાસે કાં તો હથિયાર છોડવા પડશે અથવા ગાઝા છોડવું પડશે. હાલમાં, હમાસ આ બંનેમાંથી કોઈ પણ શરતનું પાલન કરતો હોય તેવું લાગતું નથી.

વાઈરલ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જે લોકોને મારવામાં આવ્યા તેમને રસ્તા પર ઘૂંટણિયે બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સખત મારપીટ કરવામાં આવી અને પછી દરેકના માથામાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી. કત્લ કરવાની આ અત્યંત ક્રૂર રીત ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ની રીત જેવી જ છે. આઈએસઆઈએસપણ હત્યાઓને આ જ રીતે અંજામ આપતું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application